ચંદ્રાલા પાસે ટ્રકમાંથી 14 લાખનો દારૂ-બિયર પકડાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 13 February 2020

ચંદ્રાલા પાસે ટ્રકમાંથી 14 લાખનો દારૂ-બિયર પકડાયો


ગાંધીનગર, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગાંધીનગર ચિલોડા પોલીસની ટીમે ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા પાસેથી હિંમતનગર તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને તેમાંથી ૧૪.ર લાખનો દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ ૧૮.૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે શખ્સોને ઝડપી પાડી દારૂ આપનાર સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવેનો ઉપયોગ કરતાં હોય છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ જિલ્લામાંથી પસાર થતાં આવા દારૂ ભરેલા વાહનો ઉપર ખાસ નજર રાખવા માટે તાકીદ કરી હતી.

જેના અનુસંધાને ચિલોડા પીઆઈ એચ.એ.જાડેજાની સૂચનાના પગલે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.દિગ્વિજયસિંહ અને કો.મિલનકુમારને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી એચઆર-૩૯-બી-૮૧૩૯માં વિદેશી દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહયો છે. જે બાતમીના પગલે પોલીસે ચંદ્રાલા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક આવતાં તેને ઉભી રાખી હતી.

ટ્રકમાં સવાર ડ્રાઈવર મનજીત દારાસિંગ જાટ નયાગાવ હરિયાણા અને પ્રેમપાલસિંહ મીઠનલાલ જાટ રહે.ઉત્તરપ્રદેશને ઝડપી પાડયા હતા. ટ્રકના પાછળના ભાગે જોતાં કેલ્શિયમના બોક્સની વિદેશી દારૂની ૨૩૯ અને બિયરની ૮૭ પેટી મળી આવી હતી. પોલીસે ૧૪.ર લાખનો દારૂ બિયરનો જથ્થો અને ચાર લાખનો ટ્રક મળી ૧૮.૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂ હરિયાણાના બહાદુરગઢ ખાતેથી કુલવિંદર દહીયાએ ભરી આપ્યો હોવાનું અને અમદાવાદ ખાતે પહોંચાડવાનો હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SMe7KV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages