ગાંધીનગર જિલ્લામાં કમળાના છુટાછવાયા કેસ મળી આવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

ગાંધીનગર જિલ્લામાં કમળાના છુટાછવાયા કેસ મળી આવ્યા


ગાંધીનગર, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર

સામાન્યરીતે ઉનાળામાં અખાદ્ય ખોરાક ખાવાથી અથવા દુષિત પાણી પીવાના કારણે કમળાના કેસ થતા હોય છે પરંતુ ગાંધીનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા બ સપ્તાહથી કમળાના છુટાછવાયા દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યા છે.ફક્ત ગાંધીનગર સિવિલમાં જ ગત સપ્તાહમાં ૮૦ જેટલા કમળાના દર્દીઓ નોંધાયા છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ જોન્ડીસના ખાસ દર્દીઓ જોવા મળી રહ્યા છે.આવી સ્થિતિમાં છુટાછવાયા કેસ રોગચાળાનું સ્વરૂપ ધારણ ન લે તે માટે બહારનું દુષિત પાણી નહીં પીવા માટે આરોગ્ય તંત્રએ સલાહ આપી છે. 

શિયાળાને હેલ્ધી સિઝન કહેવામાં આવે છે પરંતુ હવે તો શિયાળાની ઠંડીમાં જ વિવિધ વાયરસ સક્રિય થતા હોય છે જે નાગરિકો માટે જીવલેણ પણ સાબિત થતા હોય છે ત્યારે આ વખતે સતત ઠંડી પડવાને કારણે હાલ ગાંધીનગર શહેર તથા જિલ્લામાં વાયરલ બિમારીઓના દર્દીઓ ખાસ જોવા મળે છે.

ગળામાં ઇન્ફેક્શન સહિત શરદી-ખાંસી અને કફના દર્દીઓમાં વધારો થયો છે ત્યારે ઉનાળા પહેલા પાણીજન્ય કમળાના છુટાછવાયા કેસ પણ હાલ ખાસ પ્રકાશમાં આવી રહ્યા છે. આ અંગે ગાંધીનગર સિવિલના આંતરિક સુત્રોમાંથી માહિતી મળી છે કે ,ફક્ત સિવિલમાં જ છેલ્લા એક સપ્તાહમાં કમળાના ૮૦ જેટલા દર્દીઓને ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. જો કે, તેમાંથી કોઇ પણ દર્દી ઝેરી કમળાનો નહીં હોવાનું પણ સામે આવ્યું છે.

તો બીજીબાજુ ખાનગી હોસ્પિટલોમાં પણ કમળાના દર્દીઓ દાખલ જોવા મળી રહ્યા છે. ત્યારે ઠંડીની સિઝનમાં પણ કમળા આટલી મોટી સંખ્યામાં દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે તે સ્થાનિક અને જિલ્લાના આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. આરોગ્ય તંત્ર દ્વારા પાણીથી થતા આ છુટાછવાયા કેસને રોગચાળામાં ફેલાતા અટકાવવા માટે પાણી વિતરણની જવાબદારી સંભાળતા સ્થાનિક તંત્રને લેખિતમાં નોંધ કરીને તેમને પાણીનું સુપર ક્લોરીનેશન કરવા સુચના આવી છે તો બીજીબાજુ જિલ્લાવાસીઓને પણ દુષિત પાણી નહીં પીવા અને અખાદ્ય ખોરાક નહીં ખાવા માટે સુચના આપી છે.

આ ઉપરાંત અખાદ્ય ખોરાકનું વેચાણ કરતા લારી-ગલ્લાધારકો અને વેપારીઓ ઉપર તવાઇ લાવવા માટે પણ સંબંધીત તંત્રને આરોગ્ય વિભાગે સુચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બહારનો ખોરાક ખાવાથી અથવા દુષિત પાણી પીવાને કારણે આ કમળો થતો હોય છે જેના કારણે લીવર ઉપર સોજા થઇ જાય છે અને ખોરાક ખાઇ શકાતો નથી અને શરીર પીળા રંગનું થવા લાગે છે. સામાન્યરીતે સાદો કમળો ૪૦થી ૪૫ દિવસમાં મટી જતો હોય છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UQqrw7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages