કોર્પોરેશનના ડ્રાફટ બજેટ મુદ્દે શુક્રવારે સ્થાયીની બેઠક મળશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

કોર્પોરેશનના ડ્રાફટ બજેટ મુદ્દે શુક્રવારે સ્થાયીની બેઠક મળશે


ગાંધીનગર, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર

ગાંધીનગર મહાનગરપાલિકાનું નવા વર્ષનું ડ્રાફટ બજેટ બે દિવસ અગાઉ મ્યુનિ. કમિશનરે સ્થાયી સમિતિને સોંપ્યા બાદ આગામી શુક્રવારે આ બજેટ મુદ્દે સ્થાયી સમિતિની બેઠક મળશે અને તેમાં સુધારાવધારા કરીને તેને મંજુર કરવામાં આવશે. જો કે કમિશનરે સુચવેલા મિલકત અને સફાઈ વેરાનો ઠેરઠેર વિરોધ થઈ રહયો છે ત્યારે સ્થાયી સમિતિ આ વધારાના કરવેરામાં ઘટાડો કરશે તેવા સંકેત મળી રહયા છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાનું નવા વર્ષનું ૩૦૪.૮૬ કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિ.કમિશનરે ગત સોમવારે સ્થાયી સમિતિમાં રજુ કર્યું હતું. આ ડ્રાફટ બજેટમાં નવા વિકાસ કામો માટે જોગવાઈ કરવામાં આવી હતી તો શહેરમાં મિલકત અને સફાઈ વેરામાં પણ મોટો વધારો સુચવાયો હતો.

વર્ષ ર૦૧૧થી આ મિલકતવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી ત્યારે આ નવા વર્ષના ડ્રાફ્ટ બજેટમાં કમિશનર દ્વારા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં મિલકતવેરામાં વધારો સુચવવામાં આવ્યો છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં પ્રતિ ચોરસ મીટર ૧૦ રૂપિયા વેરો વસુલવામાં આવી રહયો છે જેમાં ચાર રૂપિયાનો વધારો કરી ૧૪ રૂપિયા સૂચવાયો છે તો કોમર્શિયલએકમોમાં પણ પ્રતિ ચોરસ મીટર ર૦ રૂપિયા વેરો વસુલાઈ રહયો છે જેમાં છ રૂપિયા વધારો સુચવીને ર૬ રૂપિયા રખાયો છે. 

જેના પગલે વિવિધ સામાજીક અને સ્વૈચ્છિક સંગઠનોએ હયાત મિલકત વેરામાં ઘટાડો કરી સૂચિત આ વેરા વધારાને રદ કરવાન માંગ સાથે સૂચિત વેરાનો વિરોધ કર્યો છે. તો વિપક્ષ કોંગ્રેસે પણ આ મામલે વિરોધ નોંધાવતાં કહયું છે કે  સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં દર્શાવેલ તમામ વધારાના કરવેરાને નામંજુર કરીને પ્રજાને આ ભારણમાંથી ઉગારી લેવી જોઈએ.

જો આ વેરા વધારો પરત નહીં ખેંચાય તો પ્રજાને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે. ત્યારે આગામી શુક્રવારે તા.૧૪ ફેબુ્રઆરીને સાડા બાર કલાકે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ડ્રાફટ બજેટ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને તેમાં સુધારા વધારા પણ કરાશે. ગાંધીનગરમાં મિલકત વેરા અને સફાઈ વેરાનો વિરોધ થઈ રહયો છે ત્યારે સ્થાયી સમિતિ કમિશનરે સુચવેલો વેરા વધારો યથાવત રાખે છે કે તેમાં ઘટાડો કરે છે તે જોવું રહયું પરંતુ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કમિશનરે સૂચવેલા આ વેરા વધારામાં સ્થાયી સમિતિ ઘટાડો કરશે તે નક્કી છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OQdluX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages