ભુજમાં પાઈપલાઈનો બેસી જતા ઘરના શૌચાલયો ગટરના પાણીથી ઉભરાયા! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 6 February 2020

ભુજમાં પાઈપલાઈનો બેસી જતા ઘરના શૌચાલયો ગટરના પાણીથી ઉભરાયા!


ભુજ,તા.6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર 

ભુજને ગટરના પાણીની મુક્ત કરવાના બદલે સુધરાઈએ હવે લોકોના ઘરને પણ ગટરના પાણીથી ગંદા કરી દીધા છે. વર્ષે લાઈનો બદલાવવા તથા સમારકામના નામે રેકર્ડ પર ખર્ચાઓ થાય છે, આમછતાં વારંવાર ભંગાણ તથા લાઈનો બેસી જવાની બનતી ઘટના તપાસનો વિષય બની છે. આ સ્થિતિ વચ્ચે નબળા કામ તથા મેઈન્ટેનન્સ કરાતું ન હોવાની બાબત સપાટી પર આવી છે. હાલે શહેરના ઘણા વિસ્તારમાં લાઈનો બેસી જવાથી ઘરના શૌચાલયો ગટરના પાણીથી ઉભરાઈ રહ્યા છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ગઢરાંગ બહારની  સોસાયટીઓની ગટર લાઈનો ઠેકઠેકાણે બેસી ગઈ છે. જેના કારણે ઘરોના શૌચાલયો ગટરના પાણીથી ઉભરાઈ રહ્યા છે. નવી ઉમેદનગર, જુની લોટસ કોલોની, સંસ્કાર નગર, નવી રાવલવાડી રિલોકેશન સાઈટ, સીમંધર સીટી, ન્યુ સ્ટેશન રોડ, જુની એસ.ટી. કોલોની , પ્રમુખ સ્વામીનગર , મુંદ્રા રીલોકેશન સાઈટસ, આરટીઓ રીલોકેશન સહીતના વિસ્તારોની ગટરલાઈનો ચાકઅપ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

શાસકો જુની ગટરલાઈન બેસી ગઈ હોવાનું જણાવી રહ્યા છે, બીજીતરફ લોકો ગટરના ગંદા પાણીથી ત્રાહીમામ પોકારી  ઉઠયા છે. લોકો રોષ સાથે જણાવ્યું હતું કે, અયોગ્ય કર્મચારીઓ, કોન્ટ્રાકટરો , એન્જીનીયરો તથા સમ્પના મેઈન્ટેનન્સના ઠેકાણા વગરના કામના કારણે આખુ ભુજ સમસ્યાગ્રસ્ત બન્યું છે. બીજીતરફ ગટર વિભાગ દ્વારા વર્ષે તગડા બિલ બનાવાય છે આમછતાં સમસ્યા ઘટવાના બદલે વધી છે. ત્યારે આ કામગીરીની તપાસ કરાય તેવી માગણી ઉઠી છે. 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tAU7Cd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages