
મુંબઇ,તા.6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
દક્ષિણ મુંબઇની એક કોલેજના સિક્ષકે એક વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ અને વીડિયો મોકલતા પોલીસે આ ૩૦ વર્ષીય શિક્ષકની ધરપકડ કરી હતી. શિક્ષકને ગિરગામ કોર્ટમાં હાજર કરવામાં આવતા બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. પીડિતા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
પીડિત વિદ્યાર્થિનીએ આ સંદર્ભે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી આરોપી શિક્ષક ક્લાસરૂમમાં તેના ખભા પર હાથ મૂકી તેને સ્પર્શવાનો પ્રયાસ કરતો. આરોપીએ વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ અને વીડિયો પણ મોકલ્યા હતાં.
સૂત્રોનુસાર કોલેજની આછોમાં ઓછી ત્રણ વિદ્યાર્થિનીઓએ આ સંદર્ભે કોલેજના પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો હતો કે શિક્ષક તેમને કસમયે મેસેજ કરતો અને કથિત રીતે તેમનો પીછો પણ કર્યો હતો. પોલીસે આરોપી શિક્ષકનો મોબાઇલ જપ્ત કરી તેને કાલીનાની ફોરેન્સિક લેબમાં પરિક્ષણ માટે મોકલી ડેટા મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાથી આશ્ચર્ય પામેલા સિક્ષકના સહકર્મીઓ અનુસાર શિક્ષક ભણાવવામાં એકદમ હોશિયાર તેમજ કોલેજની પ્રવૃત્તિમાં અગ્રસર રહી ઉત્સાહથી ભાગ લેતા હતાં.
થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીની તેની માતા સાથે કોલેજના પ્રિન્સિપાલને શિક્ષકની ફરિયાદ સાથે મળવા આવી હતી. તેની પૂછપરછ બાદ અન્ય વિદ્યાર્થિનીઓની મદદથી આ બાબતે માહિતી મેળવી કોલેજની આંતરિક ફરિયાદ કમિટીની મિટીંગ બાદ પોલીસને આ બાબતે માહિતી આપવામાં આવી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/387eQwq
No comments:
Post a Comment