
નડિયાદ,તા.7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
ગળતેશ્વર તાલુકાના કોસમથી મીઠાના મુવાડા થી ડભાલી ગામને જોડતો ૫ કિ.મી નો રસ્તો છેલ્લા કેટલાય સમયથી જર્જરીત બન્યો છે.આ રસ્તા પર આવન જાવન કરતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
કોસમથી મીઠાના મુવાડા થઇ ડભાલી, દાતરડી, ગોયાલપુરા, પાલૈયા, સનાદરા, ખાખરીયા,ગરીનપુરા સહિતના આઠથી વધુ ગામોના લોકો આ જાહેર માર્ગ નો ઉપયોગ કરે છે.કોસમથી મીઠાના મુવાડા,ડભાલી ગામ સુધી પ કિ.મીનો રસ્તો ઉબડ-ખાબડ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.જેથી વાહન ચાલકોને વાદડ થઇને પસાર થવાનો વારો આવ્યો છે.જેના કારણે વાહન ચાલકો આશરે ૭ કિ.મી જેટલુ વધુ અંતર કાપીને જવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત કોઇ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ડામરનો રોડ બનાવ્યા વર્ષો વિતી ગયા હોવાનુ સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે.આ રસ્તો અંબાવ નેશનલ હાઇવેને જોડતો હોવાના કારણે આ રસ્તા પર ટ્રાફીકની અવર જવર મોટી સંખ્યામાં રહે છે.આ ઉપરાંક આ રસ્તો આગળ ફાગવેલ જતો હોવાના કારણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા માટે આ રસ્તે જાય છે.આ ઉપરાંત પાવાગઢ તરફ જતો તમામ વાહન વ્યવહાર આ રસ્તા પર થી આગળ વધે છે.
આ રસ્તો સ્થાનિકો માટે જીવાદોરી સમાન હોવાથી મીઠાના મુવાડા,ડભાલી અને કોસમ ગામોના સરપંચોએ અનેકવાર રસ્તા અંગે તંત્રને રજૂઆત કરી હોવાનુ જણાવ્યુ હતુ.સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી આ રસ્તા રીસરફેસ કરવામાં આવે અથવા નવો બનાવવા માંગ કરાઇ રહી છે. આ અંગે ડાકોર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ડભાલી સુધીનો રસ્તો બનાવવા અંગે દરખાસ્ત મોકલી આપી હોવાનુ જણાવ્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37adIHg
No comments:
Post a Comment