
મુંબઇ,તા.7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
દોડતી ટ્રેનમાંથી પડી જતા અનેક પ્રવાસીઓ તેમના પ્રાણ ગુમાવે છે પરંતુ આજે જળગાવમાં એક નોખી ઘટના બની હતી. ઘાયલ પ્રવાસીને ઉચકવા માટે મોટરમેને ટ્રેનને એક કિલોમીટર જેટલી ઊંધી દોડાવી હતી.
ઘટનાની માહિતી મુજબ રાહુલ પાટીલ નામનો યુવક દેવલાલી ભૂસાવળ શટલમાં પ્રવાસ કરી રહ્યો હતો. ટ્રેન માહિજી પાસે પહોંચી ત્યારે રાહુલ ટ્રેનમાંથી નીચે પડયો હતો તેથી તેના મિત્રોએ ચેન ખેંચી હતી અને ટ્રેન ઉભી રાખી હતી પરંતુ રાહુલ જ્યા પડયો હતો ત્યાંથી આ ટ્રેન દોઢ કિલોમીટર આગળ આવી ગઇ હતી તેથી પ્રવાસીઓએ ઘાયલ યુવકને ટ્રેનમાં પાછો લેવા માટે મોટરમેનને ટ્રેન પાછી વાળવાની વિનવણી કરી હતી તેથી દયાળુ મોટરમેને માનવતાના ધોરણે ટ્રેનને ઉંધી દોડાવી હતી.ત્યારબાદ આ ઘાયલ પ્રવાસીને ટ્રેનમાં બેસાડાઇ તબીબી મદદ પણ પૂરી પડાઇ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અને રાહુલના પ્રાણ બચી ગયા હતા.
આ ઘટના બાદ રાહુલના પરિવારજનોએ મોટરમેન અને રેલવે પ્રશાસનનો આભાર મળ્યો હતો. આ પ્રકરણે મધ્ય રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે તે પરિસરમાં કટોકટીની પરિસ્થિતિમાં મોટરમેને આ પ્રકારે ટ્રેન અમુક કિલોમીટર સુધી ઉંધી દોડાવવાની છૂટ છે. તેથી મોટરમેનની આ માનવતા બદલ તેને પુરસ્કૃત કરો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31BihJn
No comments:
Post a Comment