
નડિયાદ,તા.7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
નડિયાદ શહેરમાંથી બનાવટી ચલણી નોટો છાપવાનુ રેકેટ નડિયાદ એલ.સી.બી અને નડિયાદ એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયુ છે.નડિયાદ શહેરમાં યોજાનાર મેળામાં નોટો ફેરવી પૈસા બનાવી લેવા ની હિલચાલ પહેલા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ પવન ચક્કી રોડ ઉપર ૮ આશીર્વાદ રો હાઉસ પંજાબી સોસાયટીની બાજુમાં નકલી નોટો છાપવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ પાડી હતી.બાતમી આધારિત સ્થળે રેડ પાડતા રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસ ટીમે બંને વ્યક્તિઓને સાથે રાખી ઘરની તલાસી લીધી હતી.ઘરની તલાસી લેતા એક મીણીયાની કોથળીમાં રૂા.૫૦૦ ના દરની નોટોના બંડલો ભરેલ મળી આવ્યા હતા.જે કુલ નોટો-૧૯૪૦ કિ.રૂા.૯,૭૦,૦૦૦ મળી આવ્યા હતા.જે તપાસ કરતા બનાવટી હોવાનુ બહાર આવ્યુ હતુ.
આ બાદ ઘરના રસોડામાં તપાસ કરતા નીચેના ભાગે કલપ્રિન્ટર કિ.રૂા.૫,૦૦૦,તેની નજીકમાં એક જાંબલી થેલામાં ગોળ કાચ કિ.રૂા.૧૦૦,ત્રણ સ્ટીલની ફુટ પટ્ટી કિ.રૂા.૩૦,ચાર કાગળ કાપવાના કટર,શાહીની બોટલ,મળી આવી હતી.આ બાદ પોલીસ ટીમે સઘન પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે જણાવ્યુ હતુ ગત રોજ હુ અને રાજુભાઇ પરમાર બંને જણા અમુક નોટો પ્લાસ્ટીકના કોથળામાં ભરી વાસુદેવભાઇ ગોવિંદભાઇ ભીમાણી રહે,૩ બાપાજીનગર પવનચક્કી રોડ ખોડીયાપ ભવન જઇને મુકી આવ્યા હતા.આ અંગે બંને વ્યક્તિઓએ જણાવ્યુ હતુ કે વાસુદેવભાઇએ નડિયાદ કોર્ટમાં કેસ કરેલ છે.અને તેને ફસાવવા માટે આ કામ કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ.જેથી પોલીસ ટીમે બંને વ્યક્તિઓને સાથે રાખી વાસુદેવભાઇના ઘરે લઇ જવામાં આવ્યા હતા.જ્યા વાસુદેવભાઇને સમગ્ર બનાવની જાણ કરાઇ હતી.
આ બાદ વાસુદેવભાઇના ઘરે જઇ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા વાસુદેવભાઇના મકાનની પાછળના ભાગે જ્યા મકાનની કંપાઉન્ડ વોલ પાસે ભંગારનો સામાન મુક્યો છે.તે જગ્યાએ મીણીયાની કોથળી મૂકી હતી.જે તપાસ કરતા કોથળીમાંથી રૂા.૫૦૦ ની દરની બનાવટી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા.જે કુલ નોટો ૧૫૯૩ કિ.રૂા૭,૬૯,૫૦૦ ની હોવાનુ બહાર આવ્યુ હતુ.જે કબ્જે લઇ કુલ ૩૫૩૩ નોટો જેની કિ.રૂા.૧૭,૬૬,૫૦૦ તેમજ અન્ય વસ્તુ સાથે રાજુભાઇ શંકરભાઇ પરમાર રહે,નડિયાદ પવન ચક્કી રોડ આશીર્વાદ રો હાઉસ મકાન નં-૮,શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર રહે,૩૦૪ શીલમ ફલેટ નડિયાદ અને વાસુદેવભાઇ ગોવિંદભાઇ ભીમાણી રહે,બાપાજીનગર પવનચક્કી રોડ નડિયાદની અટકાયત કરી છે.આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Ai5tX
No comments:
Post a Comment