ચિખોદરાની સીમમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 7 February 2020

ચિખોદરાની સીમમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી


આણંદ,તા.7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર

આણંદ તાલુકાના ચિખોદરા ગામની રાજનગર સીમમાં ગઈકાલ રાત્રિના સુમારે આણંદ ગ્રામ્ય પોલીસની ટીમે ફિલ્મીઢબે એક કારનો પીછો કરી રૂા.૧.૬૭  લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે કારચાલક કારને બિનવારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ ગ્રામ્ય  પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન વડોદરા તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચિખોદરા તરફ આવનાર હોવાની બાતમી પોલીસની ટીમને મળતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી.

 રાત્રિના સુમારે પોલીસ જવાનો આણંદ તાલુકાના વઘાસી સર્વિસ રોડ પાસે ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક વર્ના કાર આવી ચઢતા પોલીસે શંકાને આધારે તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો. જો કે પોલીસને જોઈને કારચાલકે કાર પુરપાટ ઝડપે ભગાડી મુકી હતી. દરમ્યાન પોલીસે કારનો પીછો કરતા કારના ચાલકે ચિખોદરા રાજનગર સીમમાં કાર ઉભી રાખી બિનવારસી હાલતમાં છોડી અંધકારનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે કારચાલકનો પીછો કર્યો હતો. પરંતુ તે ખેતરાળ રસ્તે નાસી છુટયો હતો. જો કે પોલીસે તપાસ કરતા તે ચિખોદરાના રાજનગર ખાતે રહેતો પપ્પુભાઈ ગોપાલભાઈ વાઘેલા હોવાનું માલુમ પડયું હતું. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૭૭૯ બોટલો તેમજ બિયરના ૨૫૨ ટીન મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂા.૧.૬૭ લાખ થવા જાય છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39llWxN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages