બેન્કોની ફરી હડતાળ, પાંચ દિવસ સુધી બંધ રહેવાની શક્યતા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

બેન્કોની ફરી હડતાળ, પાંચ દિવસ સુધી બંધ રહેવાની શક્યતા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

બેંકના કર્મચારીઓ માર્ચ મહીનામાં ફરી એક વખત ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. જો બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો માર્ચ મહીનાના બીજા સપ્તાહમાં પાંચ દિવસ માટે બેંકો બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, બજેટના દિવસે અને તેના આગળના દિવસે (31મી જાન્યુ., પહેલી ફેબ.) હડતાલના કારણે બેંકો બંધ હતી. હજુ પણ બેંક કર્મચારીઓની માંગણી સંતોષાઈ ન હોવાથી તેઓ માર્ચ મહીનામાં ફરી એક વખત હડતાલ પર ઉતરે તેવી શક્યતા જણાઈ રહી છે.

બેંક એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીઈએફઆઈ) અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોશિએશને (એઆઈબીઈએ) જો તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો 11થી 13મી માર્ચ દરમિયાન તમામ સરકારી બેંકોના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતરશે તેમ જણાવ્યું હતું. 

બીઈએફઆઈ અને એઆઈબીઈએ દ્વારા 11થી 13 માર્ચ દરમિયાન હડતાલની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત 14મી માર્ચે બીજો શનિવાર છે અને 15મી માર્ચના રોજ રવિવાર એટલે બેંક સળંગ પાંચ દિવસો માટે બંધ રહેશે. બેંક કર્મચારીઓ દર પાંચ વર્ષે પગાર રિવાઇઝ કરવાની માંગ કરી રહ્યા છે.

અગાઉ 2012માં બેંક કર્મચારીઓની સેલેરી રિવાઇઝ કરવામાં આવી હતી અને ત્યાર બાદ 2017માં તેને રિવાઇઝ કરવાની હતી પરંતુ હજુ સુધી તેમ ન બન્યું હોવાથી તેઓ હડતાલની ચીમકી આપી રહ્યા છે. આ ઉપરાંત બેંક કર્મચારીઓ સપ્તાહમાં બે દિવસ માટે રજાની માંગણી પણ કરી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w75Ppa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages