
ગાંધીનગર, તા. 11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા અને ખેડૂતો આર્થિક અભાવ ન ભોગવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ પીએમ કિસાન અંતર્ગત વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના બાદ હવે કિસાન ક્રેડીટ કાર્ડ દરેક ખેડૂત ખાતેદારને આપવામાં આવનાર છે. જેના ભાગરૂપે જિલ્લામાં ૧.૪૧ લાખથી વધુ ખેડૂતોને આ કાર્ડ આપીને તેમને જમીન વિસ્તાર અને પાક મુજબ વિવિધ સહાય આપવામાં આવશે.જેમાં ૧.૬ લાખ રૂપિયા સુધીની સહાય ફક્ત એક ફોર્મ ભરવાથી મળી શકશે.
જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે વધુમાં જણાવ્યું છે કે તા.૨૩ ફેબુ્રઆરી સુધીમાં પ્રધાન મંત્રી કિશાન સમ્માન નીધી યોજના હેઠળ નોંધાયેલા કુલ ૧,૪૧,૪૨૨ ખેડુત કુટુંબને કિસાન ક્રેડીટ કાર્ડ આપવાનો જિલ્લાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં તા.૨૩મી ફેબુ્રઆરી સુધી એક ખાસ અભિયાન હાથ ધરી તમામ ૧,૪૧,૪૨૨ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારી ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, બેન્ક મિત્ર, ખેડુુત મિત્ર, સહકારી મંડળીના સેક્રેટરીઓ અને ગ્રામ્ય કક્ષાની બેંક બ્રાન્ચના કર્મચારી વગેરે અભિયાનમાં સામેલ કરી તમામ લાભાર્થીને કેસીસીના લાભથી અવગત કરી કેસીસી નોંધણી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જિલ્લા કૃષિ અધિકારી જાદવે જણાવ્યું હતું કે, કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન એ મત્સ્યઉદ્યોગ ખેડૂતો સુધી લંબાવાયો છે. પી.એમ. કિસાન હેઠળના તમામ લાભાર્થી કવરેજ માટે એક પૃષ્ઠનું સરળ ફોર્મ વિકસાવવામાં આવ્યું છે.નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર નિરંજકુમાર સિંગે જણાવ્યું હતું કે, અભિયાન દરમિયાન લાભાર્થી ખેડુતે બેન્ક શાખાનો સંપર્ક કરવાનો રહેશે કે જ્યાંથી તેઓ પીએમ કિસાન લાભ લઇ રહ્યો છે. તે બ્રાંચ પરથી ખેડુત પોતાનું નવું કેસીસી કઢાવી શકશે. બંધ થયેલ કેસીસી રીન્યું કરાવી શકશે. વધુમાં ખેડૂત મિત્રએ કેસીસી હેઠળ જોડાવવા જે ખેડુતની જમીન વિસ્તાર અને વાવેતર કરતા પાક મુજબ ક્રેડીટ લીમીટ રૂપિયા ૧.૬ લાખ છે. તેમણે ફક્ત સામાન્ય માહિતી ધરવાતું ફોર્મ ભરવાનું રહેશે. કેસીસી પ્રોસેસિંગ, દસ્તાવેજીકરણ, નિરીક્ષણ સહિતના તમામ ખર્ચ રૂપિયા ત્રણ લાખ સુધીની કેસીસી લોન માટેના ચાર્જ તેમજ અન્ય સર્વિસ ચાર્જ માફ કરવામાં આવ્યા છે.
95 હજાર ખેડૂતો પાસે કોઇ પણ પ્રકારનું ક્રેડીટ કાર્ડ નથી
કેન્દ્ર સરકારના ખાસ પરીપત્ર મુજબ પ્રધાન મંત્રી કિસા સમ્માન નીધી યોજના અંતર્ગત નોંધણી થયેલા અને પાત્રતા ધરાવતા તમામ ખેડૂત કુટુંબને કિસા ક્રેડીટ કાર્ડ હેઠળ આવરી લેવાના છે જે માટે આગામી દિવસોમાં ગામોમાં ગ્રામ સેવક, તલાટી, બેંક મિત્ર મારફતે ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવનાર છે ત્યારે અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ દોઢ લાખ જેટલા ખેડૂતો નોંધાયા છે જેમાંથી મોટાભાગના ખેડૂતો પાસે કોઇ પણ પ્રકારના ક્રેડીટ કાર્ડ જ નથી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જિલ્લામાં ૪૬ હજાર જેટલા ખેડૂતો પાસે કાર્ડ છે પરંતુ આ મોટા ખેડૂતો પાસે જ ક્રેડીટ કાર્ડ છે તો જિલ્લામાં ૯૫ હજારથી પણ વધુ ખેડૂતો પાસે કોઇ પણ પ્રકારના ક્રેડીટ કાર્ડ નથી કે જેના દ્વારા પાક ઉપર તેઓ લોન કે કોઇ અન્ય પ્રકારની સહાય લઇ શકે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hec1Op
No comments:
Post a Comment