સથરા ગામના બે યુવાનના માર્ગ અકસ્માતે કરૂણ મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 6 February 2020

સથરા ગામના બે યુવાનના માર્ગ અકસ્માતે કરૂણ મોત


ભાવનગર, તા.06 ફેબ્રુઆરી ગુરૂવાર 2020

મહુવા તાલુકાના સથરા ગામના બે યુવાન જૂનાગઢ જિલ્લાના ડેરવાણા ગામે જઇ રહ્યાં હતા તે વેળાએ સાવરકુંડલાના ગીરધરવાવ પાસે બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનને ભાવનગર સારવારમાં ખસેડાતા તેણે હોસ્પિટલ બિછાને દમ તોડયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના સથરા ગામે રહેતા ગંભીરભાઇ બારૈયા પોતાની દિકરીને મળવા માટે જૂનાગઢ જિલ્લાના ડેરવાણા ગામે ગઇકાલે બપોરના અરસા દરમિયાન બજાજ ડિસ્કવર બાઇક લઇને સથરા ગામના વિપુલભાઇ કનુભાઇ બારૈયાને સાથે લઇ જઇ રહ્યાં હતા તે વેળાએ ગત રાત્રિના ૯ કલાકના અરસા દરમિયાન મહુવા-સા.કુંડલા રોડ પર આવેલ સા.કુંડલા તાલુકાના ગીરધરવાવ પાસે ચાલક વિપુલભાઇ બારૈયાએ કન્ટ્રોલ ગુમાવતા બાઇક સ્લીપ થઇ જતા બંનેને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર ગંભીરભાઇ બારૈયાનું મૃત્યુ નિપજવા પામ્યું હતું.

જ્યારે અન્ય બાઇક ચાલક વિપુલભાઇ બારૈયાને ઇજાગ્રસ્ત હાલતે પ્રથમ સાવરકુંડલા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ રિફર કરાયા હતાં જ્યાં આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. ઉક્ત બનાવના પગલે સથરા ગામમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. જ્યારે બનાવ સંદર્ભે ભાવેશભાઇ ગંભીરભાઇ બારૈયાએ ફરિયાદ નોંધાવતા સાવરકુંડલા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bibN6J

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages