એક સાથે બે સોસાયટીમાં મકાનનાં તાળાં તોડી લાખોની મતા ચોરી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

એક સાથે બે સોસાયટીમાં મકાનનાં તાળાં તોડી લાખોની મતા ચોરી ગયા


નડિયાદ, તા.10 ફેબ્રુઆરી 2020, સોમવાર

ઠાસરા  શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.શહેરની અલગ બે સોસાયટીઓના ચાર મકાનોના તાળા તોડી લાખો રૂપિયાની મતા લઇ ફરાર થઇ ગયા છે.આ બનાવ  અંગે ઠાસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

ઠાસરા શહેરના બહુચરાજી મંદિર પાસે આવેલી અમન પાર્ક સોસાયટીમાં અને રેલ્વે સ્ટેશન પાસે આવેલ ક્રિષ્ના ટાઉનશીપમાં ગતરાત્રીએ તસ્કરોએ હાથ ફેરો કરી લાખો રૂપિયાની મતા ચોરી ફરાર થઇ ગયા છે.અમન પાર્ક સોસાયટીમાં રહેતા શાહીરઅલી મહંમદ અલી સૈયદ લગ્ન પ્રસંગમાં ગયા અને રાત્રીના સમયે તસ્કરોએ મુખ્ય તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

ઘરની તિજોરીમાં રહેલ રૂા.૬૦ હજાર રોકડ,સોના-ચાંદીના દાગીના એમ મળી આશરે રૂા.૩ લાખની મત્તા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે રાત્રીના સમયે સોસાયટીના કુતરાઓને પૈડા ખવડાવી શાંત કર્યા હોવાનુ બહાર આવ્યુ છે.ચોરીનો બીજો બનાવ આજ સોસાયટીમાં રહેતા પઠાણ નાજીરખાન અબ્બાસખાન કે જેઓ ઓમાવમાં રહે છે.તેમના મકાનમાં પણ દરવાજો તોડી સોનાની વિટીઓ જેવી વસ્તુઓ લઇ ગયા હતા.

 ચોરીનો ત્રીજો બનાવ ઠાસરા નગર પાલિકા વિસ્તારના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિરના ક્રિષ્ના ટાઉનશીપમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.ટાઉનશીપમાં રહેતા નરેન્દ્રસિંહ વાઘેલા લગ્ન પ્રસંગમાં ફેમિલી સહિત ગયા હતા.તસ્કરોએ મકાનનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.ઘરમાં રહેતા લાકડાનો કબાટ અને તિજોરીમાં વિવિધ ચીજવસ્તુઓ લઇ ફરાર થઇ ગયા હતા.

ચોરીનો ચોથો બનાવ આ જ સોસાયટીમાં રહેતા સમીતભાઇ નવલે કે જેઓ તેમના દિકરા સાથે નવસારી રહે છે.તેમના બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યુ હતુ.આ સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે નાની ચીજવસ્તુઓ લઇ ગયા છે.જો કે ઘર માલિક નવસારીથી આવે બાદ જ સાચી હકીકત બહાર આવે તેમ છે.આમ એક જ રાતમાં ઠાસરામાં ચાર મકાનોના તાળા તુટતા ઠાસરા પોલીસ ઉંઘતી ઝડપાઇ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

ઠાસરાની અમન સોસાયટીના એક માકાનમાં ૩.૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે.તેમ છતા સ્થાનિક પોલીસ દ્વારા ડોંગ સ્કોર્ડ કે એફ.એસ.એલની મદદ ન લેવાતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.આ અગાઉ પણ છ મહિના પહેલા  શહેરના બંધ મકાનોમાં ચોરીઓ થઇ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.આ અંગે સ્થાનિકોનુ માનીએ તો તેઓ જણાવે છે કે પોલીસ પેટ્રોલીંગને પણ તસ્કરો ધોળી પી ગયા હોવાનુ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UGjDkM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages