
આણંદ,તા.10 ફેબ્રુઆરી 2020, સોમવાર
આણંદ શહેરમાં અશાંત ધારો અમલી બન્યા બાદ જિલ્લાના બોરસદ તાલુકામાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા સોમવારના રોજ બોરસદ બંધનું એલાન આપી એક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને રેલી બાદ બોરસદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ જિલ્લાના સંવેદનશીલ તાલુકા મથકોમાં બોરસદ તાલુકાનો પણ સમાવેશ થાય છે ત્યારે બોરસદ શહેરના હિન્દુ વિસ્તારોમાં કેટલાક અન્ય કોમના શખ્શો દ્વારા દુકાનો તેમજ મિલકતો મોટાપાયા ઉપર ખરીદવામાં આવી રહી છે. શહેરના જેતીયાવાડ, માલીયાવાડ, વજેઠીયાવાડ, ટીીમ્બા ફળીયુ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલ હિન્દુ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અન્ય જ્ઞાાતિના લોકો મોટા પ્રમાણમાં મિલકતની ખરીદી કરી રહ્યા છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા અન્ય હિન્દુ ભાઈઓને ભવિષ્યમાં જોખમ ઉભુ થવાનો ડર સતાવી રહ્યો છે.
શહેરના કેટલાક વિસ્તારોના નામ પણ બદલાઈ રહ્યા છે. અન્ય જ્ઞાાતિના લોકોના પગપેસારાને લઈને હિન્દુ સમાજે વિવિધ વિસ્તારોમાંથી પલાયન થવાનો વારો આવ્યો છે ત્યારે આણંદ શહેરમાં તાજેતરમાં અશાંતધારાનું નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું તેમ બોરસદ શહેરમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ આજે બોરસદ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાશીપુરા વિસ્તાર ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો.
જે બોરસદના વિવિધ વિસ્તારોમાં ફરી સેવાસદન ખાતે પહોંચી હતી જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અશાંતધારો લાગુ કરવાની માંગણી કરાઈ હતી. બીજી તરફ બોરસદ શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવતા શહેરના વિવિધ હિન્દુ વિસ્તારોમાં આવેલ દુકાનો મોટાભાગે બંધ રહેવા પામી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sge5f6
No comments:
Post a Comment