
નડિયાદ, તા.05 ફેબ્રુઆરી 2020, બુધવાર
ઠાસરા તાલુકાના મોટા સૈયદવાડા ગામના એક નાગરિકે માઇનોર કેનાલમાં પાણી ચાલુ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી કાર્યાલયના દ્વાર ખખડાવ્યા છે.જેમાં જણાવ્યુ છે કે એસ.એસ-૧ ટેઇલ થી લંબાવેલ માઇનોર વર્ષોથી બંધ છે તે ચાલુ કરવા,સબમાઇનોર ૧ થી ૪ યોગ્ય લેવલ ન કરાતા વારંવાર છલકાઇ જવાથી ખેડુતોના પાકને નુકસાન પહોચે છે.તેમજ શેઢી શાખા કેનાલમાં પાણીને અવરોધતી સેવાળ દુર કરવા લેખિત રજૂઆત કરી છે.
ઠાસરા તાલુકાના મોટા સૈયદવાડામાં રહેતા જાગૃત નાગરિકે લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે સબમાઇનોર ૧ થી કોસમ બાવલીયા થઇને ફેરકુવા વિસ્તારમાં આવે છે.જેમાં ૧૯૮૫ નંબર થી એક જ વાર પાણીનો ટેસ્ટ કર્યા બાદ આ નંબરથી પાણી આપવામાં આવ્યુ નથી.આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે કિંમતી જમીનો સંપાદન કરવા માટે લાખો રૂપિયાની વળતર પણ આપવામાં આવ્યુ છે.જેથી લંબાવેલ ગેટ થી જર્જરીત થયેલ કુંડીઓ,ગરનાળા,ગેટ નાખી કેનાલ ચાલુ કરી આપવા માંગ કરાઇ છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે સબમાઇનોર ૧ થી ૪ યોગ્ય લેવલ કર્યા વગર કામ પુરી કરી લેવામાં આવ્યુ છે.જેના કારણે કેનાલમાંથી પાણી વારંવાર છલકાઇને બાજુના ખેતરોમાં વહ્યા કરે છે.તેમજ પાણીનો બગાડ થાય છે.તેની યોગ્ય તપાસ કરી ઘટની કાર્યવાહી કરવા માંગણી કરી છે.ડાભસરથી નિકળતી શેઢી શાખા કેનાલમાં કેટલીક જગ્યાઓ પર સેવાળ ઉગી નિકળી છે.જેના કારણે પાણીને અવરોઘ થાય છે.
તેમજ આગળના ખેડુતોને કેનાલના પાણીનો લાભ મળતો નથી.જે સાફ કરવામાં આવે તો આગળના ખેડુતોને પણ પાણીનો લાભ મળી શકે તેમ છે.આ અંગે જાગૃત નાગરિકે કાર્યપાલક ઇજનેર શેઢી સિંચાઇ યોજના વિભાગ અને મુખ્યમંત્રી કાર્યલયને લેખિતમાં રજૂઆત કરી સત્વરે કામ કરાવવાની માંગ કરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31BxPNq
No comments:
Post a Comment