ભાલેજની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખ્ત કેદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 13 February 2020

ભાલેજની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખ્ત કેદ


આણંદ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની સગીરાને લગભગ સવા બે વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી મોટરસાયકલ ઉપર અપહરણ કરી પણસોરા ગામે ગેસ્ટહાઉસમાં લઈ જઈ તેણી ઉપર જાતીય અત્યાચાર ગુજારનાર શખ્શને આણંદની સ્પે. પોક્સો કોર્ટે તકસીરવાન ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ સંભળાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

વધુમાં મળતી વિગતો મુજબ ભાલેજ ગામે રહેતા અલ્તાફમીંયા ઐયુબમીંયા મલેકને ચારેક વર્ષ પૂર્વે ગામની જ એક સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે આ પ્રેમસંબંધ અંગે સગીરાના પરિવારના સભ્યોને જાણ થતા તેઓએ અલ્તાફને ઠપકો આપ્યો હતો. 

તેમ છતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ ચાલુ રહ્યો હતો. દરમ્યાન અલ્તાફે અલગ-અલગ જગ્યાએ સગીરાને લઈ જઈ તેણી સાતે શરીર સંબંધ બાંધ્યો હતો. ગત તા.૨૮ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ સગીરા સ્કુલે જવા નીકળી હતી ત્યારે રસ્તામાં અલ્તાફ મોટરસાયકલ લઈને આવી ચઢ્યો હતો અને ફરવા જવાનું જણાવી સગીરાને પણસોરા ખાતે આવેલ એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. જ્યાં અલ્તાફે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

જો કે  બાદમાં આ અંગે સગીરાના પરિવારજનોને જાણ થતાં મામલો ગરમાયો હતો અને પરિવારજનોએ આ અંગે ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્તાફમીંયા મલેકની ધરપકડ કરી તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ આણંદના સ્પે. પોક્સો જજ અને એડી. સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ઉપસ્થિત સરકારી વકીલની દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાનમાં લઈ ન્યાયાધીશે અલ્તાફમીંયા મલેકને તકસીરવાન ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૮ હજારનો દંડ ફટકારતો હુકમ સંભળાવ્યો છે. ઉપરાંત દંડની રકમમાંથી ભોગ બનનારને વળતર પેટે રૂા.૧૦ હજાર ચુકવવાનો આદેશ પણ કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wgam8Q

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages