કામો સમયસર પુર્ણ નહીં થતા હોવાની પદાધિકારીઓની રાવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

કામો સમયસર પુર્ણ નહીં થતા હોવાની પદાધિકારીઓની રાવ


ગાંધીનગર,તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર

જિલ્લા-તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી સદસ્યોને ફાળવેલી ગ્રાન્ટ વિકાસ કામો માટે વાપરવાની હોય છે આવી જ રીતે સાંસદ અને ધારાસભ્યોને પણ પોતાના વિસ્તારમાં પ્રજાની સુખાકારી માટે વિવિધ કામો કરવાની ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટ જે તે પંચાયત મારફતે ગ્રામ્ય કક્ષા સુધી પહોંચતી હોય છે અને તેના મારફતે વિકાસના કામો થતાં હોય છે.

જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો ઉપરાંત સાંસદ અને ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારની જરૂરીયાત અને ગ્રામજનોની માંગ પ્રમાણે વિવિધ વિકાસના કામો સૂચવતાં હોય છે. પરંતુ આ સદસ્યોએ અથવા પદાધિકારીઓએ સૂચવેલા કામો તાલુકા વિકાસ અધિકારી મારફતે સમયસર થતાં નથી. મોટાભાગની યોજનામાં તાલુકા વિકાસ અધિકારીઓ જ અમલી અધિકારી હોય છે.

પંચાયતમાંથી કામો મંજુર થઈ ગયા અને વર્ક ઓર્ડર આપી દીધા હોવા છતાં પણ કામ થતાં નથી. પદાધિકારીઓએ સૂચવેલા કામો નહીં થવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતાં જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ દ્વારા આ અંગે ખાસ પરિપત્ર કર્યો છે અને તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત શાખા અધિકારીઓને ખાસ સુચના આપી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ચાલુ માસના અંત સુધીમાં પદાધિકારીઓના તમામ કામો પૂર્ણ કરી દેવા. આ માટે મીટીંગ બોલાવી ખાસ લીસ્ટ કરવા જણાવાયું છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vw5Q5v

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages