કેમ છો ટ્રમ્પ ?કાર્યક્રમમાં ગાંધીનગર એસટી ડેપોથી 40 બસો દોડાવાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 14 February 2020

કેમ છો ટ્રમ્પ ?કાર્યક્રમમાં ગાંધીનગર એસટી ડેપોથી 40 બસો દોડાવાશે


ગાંધીનગર, તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે ત્યારે મુખ્યમહેમાન તરીકે અમેરિકાના પ્રમુખ પણ ઉપસ્થિત રહેવાના છે. જેથી ભીડ એકઠી કરી શકાય તે માટે તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર એસટી ડેપો દ્વારા ૪૦ જેટલી બસો દોડાવવામાં આવશે. જેથી અસંખ્ય ટ્રીપોનું સંચાલન ખોરવાશે.

૨૪મી ફેબુ્રઆરીના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવનાર છે ત્યારે અમદાવાદના મોટેરા ખાતે આવેલાં સ્ટેડીયમનું ઉદ્ઘાટન સમારોહ પણ તેમની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. વિશ્વના સૌથી મોટા આ સ્ટેડીયમનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે. ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉદ્ઘાટન સમારોહમાં રહેવાના હોવાથી તેમને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે તંત્ર દ્વારા તે દિવસે એસટીની બસોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત વિવિધ ડેપો દ્વારા બસો દોડાવવામાં આવશે. ત્યારે ગાંધીનગર ડેપો દ્વારા પણ આ કાર્યક્રમના ભાગરૂપે ૪૦ થી ૪૫ જેટલી બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આમ ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી પણ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તે માટે તંત્ર દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આવેલાં અન્ય એસટી ડેપોની બસોનો ઉપયોગ પણ આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે. આમ ગાંધીનગર એસટી ડેપો દ્વારા ર૪મીએ ૪૦ જેટલી બસો આ કાર્યક્રમમાં ફાળવવામાં આવશે. જેથી શહેરી સુવિધાની ટ્રીપોનું સંચાલન પણ ખોરવાશે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37xkZRn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages