
ગાંધીનગર, તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
દર્દીઓને સારી અને ઝડપી સારવાર મળી રહે તેના ભાગરૂપે તમામ મેડિકલ કોલેજમાં એનએબીએચનું પ્રમાણપત્ર મેળવવની તજવીજ હાલ ચાલી રહી છે જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલમાં આજે પ્રી એન્ટ્રન્સ એનએબીએચ માટે રાજ્યકક્ષાના બે પ્રતિનિધી આવ્યા હતા જેમણે સિવિલમાં ઓપીડી અને ઇનડોર હોસ્પિટલની મુલાકાત લીધા ઉપરાંત સિવિલ હોસ્પિટલના દસ્તાવેજો પણ તપાસ્યા હતા.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રી એન્ટ્રન્સ એનએબીએચ માટે આજે રાજ્યકક્ષાથી ડો.નિમેષ વર્મા અને ડો.જતિન એમ બે ડોક્ટરોની ટીમે એસએસમેન્ટ કર્યું હતું. એનએબીએચના એન્ટ્રન્સ માટેના ચેકલીસ્ટ પ્રમાણે આ બન્ને પ્રતિનિધીઓ દ્વારા ઓપીડી અને ઇનડોર હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં સ્ટાફ ઉપરાંત દર્દી અને તેમના સગાની પણ પુછપરછ કરવામાં આવી હતી. દવાના સ્ટોકની બારીકાઇથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તમામ દસ્તાવેજ તથા લાયસન્સ માંગવામાં આવ્યા હતા અને તેનો અભ્યાસ પણ કર્યો હતો તો સિવિલમાં ફાયર સેફ્ટી અને આપાતકાલીન વખતે ડિઝાસ્ટર પ્લાન પણ નિહાળવામાં આવ્યો હતો.
આ સાથે આ બન્ને પ્રતિનિધિઓએ ડિન ઓફિસમાં તમામ એચઓડી સાથે બેઠક કરી હતી અને જરૂરી સુચના પણ આપવામાં આવી હતી. જેમાં ખાસ એ સુચના આપવામાં આવી હતી કે, દર્દીના કેસ પેપરમાં જે ડોક્ટરને બતાવવાનું હોય તેનું નામ અવશ્ય લખવું જોઇએ એટલુ જ નહીં, કેસ પેપરમાં ડોક્ટર દર્દીને તપાસીને જે સારવાર લખે તેની નીચે ડોક્ટરે પણ પોતાની સહી કરવી જોઇએ.આ સાથે આ બન્ને નિષ્ણાંત તબીબોએ ચેકલીસ્ટ પ્રમાણે ફાયર સેફ્ટી સહિતની કુલ ૩૦થી ૩૫ જેટલી ત્રૂટીઓ કઢી હતી જે ત્રુટીઓ હવે સિવિલના સત્તાધીશો સુધારીને તેનો અહેવાલ મોકલી આપશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bDFcZg
No comments:
Post a Comment