મહિલા અધિકારીએ કર્મચારી સાથે ગાઢ મિત્રતા કેળવી 25 લાખ પડાવ્યા! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 6 February 2020

મહિલા અધિકારીએ કર્મચારી સાથે ગાઢ મિત્રતા કેળવી 25 લાખ પડાવ્યા!


ગાંધીનગર,તા.06 ફેબ્રુઆરી ગુરૂવાર 2020

ગાંધીનગર શહેરના સચિવાલયમાં ફરજ બજાવતાં એક મહિલા અધિકારી સામે કર્મચારીએ સે-૭ પોલીસ મથકમાં અરજી આપી છે કે તેણીએ તેમની સાથે ગાઢ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ અવારનવાર તેના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા. કર્મચારીએ તેને ર૦૦ ગ્રામ સોનુ પણ લઈ આપ્યું હતું. હવે આ સોનુ અને રૂપિયા પરત માંગતા મહિલા અધિકારીએ તેની સામે ખોટા પોલીસ કેસ કર્યા છે અને બીજા રપ લાખ માંગી રહી છે. આ સંદર્ભે ગુનો નોંધવા માટે કર્મચારીએ માંગણી કરી છે પરંતુ હજુ સુધી પોલીસે મહિલા અધિકારીના દબાણના કારણે ગુનો નોંધ્યો નથી.

ગાંધીનગર શહેરમાં આવેલા સચિવાલયમાં ફરજ બજાવતાં એક કર્મચારીએ સે-૭ પોલીસ મથકમાં સાથી મહિલા અધિકારી સામે કરેલી અરજીના પગલે ભારે ચકચાર મચી છે. આ કર્મચારીએ અરજીમાં રજુઆત કરી છે કે સૌરાષ્ટ્રમાંથી તેમની બદલી ગાંધીનગર થયા બાદ આ મહિલા તેમની સાથે પરિચય થયો હતો અને  ત્યારબાદ અવારનવાર તેમની સાથે ટેલીફોનીક વાતચીત થતી રહેતી હતી. ધીરેધીરે બન્ને વચ્ચે ગાઢ મિત્રતાના સંબંધ થયા હતા અને વોટ્સએપ મેસેજ તથા વીડીયોકોલ અને સાથે ફરવા જવાના પણ સંબંધો કેળવાયા હતા.

જેથી વર્ષ ર૦૦૩થી અત્યાર સુધીમાં આ મહિલા અધિકારીના બેન્ક એકાઉન્ટમાં કર્મચારીએ રપ લાખ રૂપિયા આપ્યા હતા. મહિલા અધિકારીને જરૂર પડે ત્યારે રૂપિયા માંગતી હતી ત્યારબાદ ર૦૦ ગ્રામ જેટલું સોનુ પણ લઈ આપ્યું હતું. જો કે આ કર્મચારીએ રૂપિયા અને સોનાની માંગણી કરતાં આ મહિલા અધિકારીએ તેની સામે ખોટા પોલીસ કેસ કર્યા છે અને મારી નાંખવાની ધમકીઓ પણ આપી રહી છે.

અગાઉ પોલીસ કચેરીમાં નોકરી કરી હોવાથી આ મહિલા અધિકારી આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નહીં નોંધાવવા દેતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. હાલ તો આ કર્મચારીએ મહિલાના બેન્ક એકાઉન્ટ અને ટ્રાન્સફર કરાવેલી રકમની ડીટેઈલ તેમજ સોનુ ખરીદીના બિલ અને અન્ય ઓડીયો કલીપ પણ પોલીસને આપી મહિલા સામે છેતરપીંડી, વિશ્વાસઘાત તેમજ બળજબરીપૂર્વક નાણાં પડાવવાનો ગુનો નોંધવા માંગણી કરી છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38a2IuI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages