આઠ સ્થળે અકસ્માતની ઘટનાઓ બે વ્યક્તિનાં મોત, 15 ઈજાગ્રસ્ત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

આઠ સ્થળે અકસ્માતની ઘટનાઓ બે વ્યક્તિનાં મોત, 15 ઈજાગ્રસ્ત


નડિયાદ,તા.10 ફેબ્રુઆરી 2020, સોમવાર

ખેડા જિલ્લામાં ચાર અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા  હતા.જેમાં અકસ્માતનો પહેલો બનાવ  નડિયાદના ડભાણ પાસે, અકસ્માતનો બીજો બનાવ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર, અકસ્માતનો ત્રીજો બનાવ મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની સીમમાં, અકસ્મતનો ચોથો બનાવ કઠલાલના પીઠાઇ તાબે આવેલ ભાથીપુરા પાસે થયો હતો.આ ચારેય અકસ્માતોમાં આઠ વ્યક્તિઓને ઇજા પહોચી હતી.

જ્યારે એક વ્યક્તિનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. પીજ આઇટીઆઇ સામેના રોડ પર ,અકસ્માતનો બીજો બનાવ મહેમદાવાદ તાલુકાના સણસોલી રામદેવજી મંદિર પાસે,અકસ્માતનો ત્રીજો બનાવ ગળતેશ્વર તાલુકાના સુખીના મુવાડી ગામે, અકસ્માતનો ચોથો બનાવ  ખેડાના  કનેરા ગામની સીમમાં થયો હતો.આ ચારેય અકસ્માતોમાં સાત વ્યક્તિઓને ઇજા પહોચી હતી.જ્યારે એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માતનો પહેલો બનાવ  નડિયાદના ડભાણ પાસે થયો હતો.જેમાં જીગ્નેશકુમાર વ્યાસ અને તેમના પત્ની જયનાબેન મોટર સાયકલ લઇને જઇ રહ્યા હતા.તે સમયે એક ગાડીના ચાલકે પાછળથી ઓવરટેક કરવા જતા મોટર સાયકલને ટક્કર મારી હતી.જેથી મોટર સાયકલ પર સવાર પતી-પત્ની પટકાયા હતા.અને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે જીગ્નેશકુમાર રમેશચંન્દ્ર વ્યાસ રહે,જય મહારાજ ટાઉનશીપ પીજ રોડ નડિયાદે નડિયાદ રૂરલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. 

અકસ્માતનો બીજો બનાવ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર થયો હતો.જેમાં મહિપાલસિંહ રાણા અને તેમના મિત્રો ગાડી લઇને જઇ રહ્યા હતા.તે સમયે રસ્તામાં શ્વાન આડુ આવતા ગાડીના ચાલકે બ્રેક મારી હતી.જેથી ગાડી પલ્ટી ખાઇ હતી.અને ગાડીમાં સવાર ડ્રાઇવર સહિત ચારેય વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે મહિપાલસિંહ પ્રધ્યુમનસિંહ રાણા રહે,પટેલવાસ બિડજ ખેડાએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો ત્રીજો બનાવ મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની સીમમાં થયો હતો.જેમાં મહંમદકાદીર પઠાણના સસરા ઇસ્લામનવી પઠાણ રોડ ક્રોસ કરી રહ્યા હતા.તે સમયે મોટર સાયકલના ચાલકે તેમને ટક્કર મારી હતી.જેથી તેઓને સારવાર માટે નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યા તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે  મહંમદકદીર મહંમદહનીફ પઠાણ રહે,વરસોલા ખેતરમાંએ મહેમદાવાદ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અકસ્મતનો ચોથો બનાવ કઠલાલના પીઠાઇ તાબે આવેલ ભાથીપુરા પાસે થયો હતો.જેમાં શેલાભાઇ ભરવાડ પોતાની અતુલ ટેમ્પીમાં ગાંદલા-ગોદડા  ખુરશી ભરીને પીઠાઇથી કઠલાલ જતા હતા.અને ટેમ્પીના પાછળના ભાગે મજૂર મોહસીનભાઇ લતીફભાઇ મલેક અને મોહસીનભાઇ રહીમભાઇ મલેક બેઠા હતા.સામેથી આવતી એક ટ્રકના ચાલકે શેલાભાઇની ટેમ્પીને  ટક્કર મારી હતી.

જેથી ટેમ્પીની પાછળના ભાગે બેઠેલ બંને વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે  શેલાભાઇ મેલાભાઇ ભરવાડે કઠલાલ પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રૂરલ,કઠલાલ,મહેમદાવાદ,અને કઠલાલ પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતનો પહેલો બનાવ  પીજ આઇટીઆઇ સામેના રોડ પર થયો હતો.જેમાં સુરેશભાઇ ગોહેલના કાકા બળવંતભાઇ અતાભાઇ ગોહેલ સાઇકલ લઇને જઇ રહ્યા હતા.તે સમયે એક બોલેરો ગાડીના ચાલકે અડફેટ મારી હતી.જેથી બળંવતભાઇ ગોહલને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે સુરેશભાઇ રાવજીભાઇસ ગોહેલ રહે,ટુંડેલ તા.નડિયાદે વસો  પોલીસ મથકે બોલેરો ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો બીજો બનાવ મહેમદાવાદ તાલુકાના સણસોલી રામદેવજી મંદિર પાસે થયો હતો.જેમાં પ્રભાતભાઇ મોતીભાઇ પરમારના ભાઇ ખોડાભાઇ સાઇકલ લઇને જઇ રહ્યા હતા.તે સમયે એક સી.એન.જી.રીક્ષા ચાલકે સાઇકલને અડફેટ મારી હતી.જેથી ખોડાભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે પ્રભાતભાઇ મોતીભાઇ પરમાર રહે,રામદેવપીર,સણસોલી તા.મહેમદાવાદે મહેમદાવાદ પોલીસ મથકે સી.એન.જી.રીક્ષા ચાલકે વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો ત્રીજો બનાવ ગળતેશ્વર તાલુકાના સુખીના મુવાડી ગામે થયો હતો.જેમાં નરેન્દ્રભાઇ પરમારનો દિકરો યશ અને તેના મિત્ર રાજેશભાઇ પરમાર સાથે મોટર સાયકલ પર જતો હતો.તે સમયે રસ્તામાં એકા એક ભૂંડ આવી જતા મોટર સાયકલ સાથે અથડાયુ હતુ.જેથી મોટર સાયકલ પાછળ બેઠેલ યશ સુથારને ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે  નરેન્દ્રભાઇ શાંતિલાલ સુથાર રહે,સુખીની મુવાડીએ સેવાલીયા પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્દ ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો ચોથો બનાવ ખેડાના  કનેરા ગામની સીમમાં થયો હતો.જેમાં બેકાબુ બનેલી ગાડીએ માર્ગ પર જતા મોટર સાયકલને ટક્કર મારતા ત્રણેય વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.આ બાદ પંચરની દુકાનમાં કામ કરતા વ્યક્તિને અડફેટ મારતા તેને ઇજાઓ પહોચી હતી.તેમજ હોટલ નજીક ઉભા રહેલ સુરેશભાઇ દેસાઇના પિતા  ભરતભાઇ દેસાઇને અડફેટ લઇ ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો.

ભરતભાઇને ગંભીર ઇજાઓ પહોચતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના તબીબી અધિકારીએ ભરતભાઇને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સુરેશભાઇ ભરતભાઇ દેસાઇ રહે,બારેજા તા.દસક્રોઇએ ખેડા પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે વસો,મહેમદાવાદ,સેવાલીયા અને ખેડા પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38jh7or

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages