સાઉદીના મિશન પર PM મોદી: જાણો... શું છે 'રેગિસ્તાનના દાવોસ' - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 29 October 2019

સાઉદીના મિશન પર PM મોદી: જાણો... શું છે 'રેગિસ્તાનના દાવોસ'

રિયાધ, તા. 29 ઓકટોબર 2019, મંગળવાર

PM નરેન્દ્ર મોદી સાઉદી અરબના બે દિવસીય પ્રવાસે છે. મોદી સાઉદી અરબમા કેટલાક કાર્યક્રમો સિવાય વેપાર અને રોકાણ મુદ્દે મહત્વપૂર્ણ ફ્યુચર ઇનવેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ(FII)ની ત્રીજી આવૃત્તિમા સામેલ થશે. જે 29થી 31 ઓકટોબરે આયોજીત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની આ બીજી યાત્રા છે, જેમા તેઓ તે અન્ય કૂટનૈતિક સંબંધોની સાથે રોકાણ અને આર્થિક વિકાસને ગતિ આપવાની શક્યતાઓ પણ શોધશે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

શું છે વેપાર અને રોકાણના કાર્યક્રમ FII અને શા માટે તે મહત્વપૂર્ણ છે?

ફ્યુચર ઇનવેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ સાઉદી અરબના રિયાદ શહેરમા આયોજીત થનાર એક વાર્ષિક રોકાણ મંચ છે. જેમા વૈશ્વિક અર્થવ્યવસ્થા અને રોકાણના વાતાવરણમાં વેપાર પર ચર્ચા થાય છે.

જેનું આયોજન સાઉદી અરબના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ(PIF) દ્વારા કરવામા આવે છે. આની પ્રતિષ્ઠાના કારણે તેને 'રેગિસ્તાનના દાવોસ' પણ કહેવામા આવે છે.

ઉલ્લેખનીય છે કે, સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમા દુનિયાના સૌથી મોટા ઇકોનોમી-બિઝનેસના કાર્યક્રમ વર્લ્ડ ઇકોનોમી ફોરમનું આયોજન કરવામા આવે છે.

પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાઉદી અરબના મુખ્ય સાવરેન એટલે કે સરકારી વેલ્થ ફંડ છે. જેને આર્થિક અને સામાજીક સુધારા કાર્યક્રમમા સાઉદી વિઝન 2030ના પરિપ્રેક્ષ્યમા તૈયાર કરવામા આવ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36hFjH5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages