સુરત, તા. 29 ઓક્ટોબર 2019 મંગળવાર
અશ્વિનિકુમાર મંગળવારે વહેલી સવારે કાપડ યુનિટમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળતા ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.
ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અશ્વિનિકુમાર ફુલપાડા રોડ પર પ્રમુખ સ્વામી શ્યામ પુલ નીચે મંગળવારે વહેલી સવારે કાપડ યુનિટમાં
ઈલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી.
આ અંગે ફાયર ઓફિસર વિજયકાંતિ તિવારીને જાણ થતા ફાયર જવાનો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. ત્યાં કતારગામ કોસાડ અને કાપોદ્રા ફાયર સ્ટેશનની ગાડી અને પોલીસજવાનો ત્યાં ધસી ગઈ હતા. બનાવના લીધે ત્યાં ભારે નાસભાગ થઈ ગઈ હતી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
કાપડ યુનિટમાં આગના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. કાપડ યુનિટના શટલને મારેલું તાળું ફાયર જવાનું તોડ્યું હતું અને ઓક્સિજન સેટ પહેરીને કાપડ યુનિટમાં આગ બુઝાવવા ગયા હતા. જોકે ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી ફાયર જવાનોને આગ કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
સતત પાણીનો છંટકાવ કરવાથી 5 કલાક બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને લીધે યુનિટમાં ચારથી પાંચ મશીનો, એ.સી, ફર્નીચર, વાયરીંગ, કાપડનો જથ્થો, સિલાઈ મશીન, કોમ્પ્યુટર, ડોક્યુમેન્ટ સહિતની ચીજવસ્તુઓ બળી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31TMzWg
No comments:
Post a Comment