વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયા આતંકીના નિશાને, દિલ્હી પોલીસે વધારી સુરક્ષા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 29 October 2019

વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયા આતંકીના નિશાને, દિલ્હી પોલીસે વધારી સુરક્ષા

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2019 મંગળવાર

3 નવેમ્બરથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. 3 નવેમ્બરે બંને ટીમ વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

દિલ્હીમાં પ્રદૂષણના કારણે મેચનુ સ્થળ બદલવાની અફવાઓ ફગાવી દેવાઈ છે. હવે દિલ્હી પોલીસને ટીમ ઈન્ડિયાની સુરક્ષા વધારવાનુ કહેવામાં આવ્યુ છે.

સુરક્ષા વધારવાનું કારણ શુ છે

તાજેતરમાં જ NIAને બિનવારસી પત્ર મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયા, ખાસ કરીને ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર જોખમ વધારે છે કારણ કે યાદીમાં સૌથી પહેલુ નામ તેનુ છે. ટીમ અથવા વિરાટ પર આતંકી હુમલો થઈ શકે છે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

પત્રમાં શુ છે ?

દિલ્હી પોલીસના સૂત્રો અનુસાર આ ચિઠ્ઠીમાં કેટલાક મોટા નામ છે. જેમાં PM મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, BJPના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, ભાજપ કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા અને RSS પ્રમુખ મોહન ભાગવત સામેલ છે.

કોનાથી છે જોખમ ?

NIAએ આ પત્રની એક કોપી BCCIને મોકલી છે. સૂત્રો એ જણાવ્યુ કે આ પત્ર કેરળના કોજીકોડની ઑલ ઈન્ડિયા લશ્કર કોહલી અને પ્રમુખ રાજનેતાઓને પોતાનુ નિશાન બનાવી શકે છે.

નકલી પણ હોઈ શકે છે ધમકી, પરંતુ

સૂત્ર એ કહ્યુ કે આ પત્ર નકલી અથવા ખોટો પણ હોઈ શકે છે પરંતુ કોઈ જોખમ લઈ શકાય તેમ નથી અને મેચના સ્થળે તેમજ ખેલાડીઓની સુરક્ષાની જવાબદારી લેવામાં આવી રહી છે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pYXlgQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages