નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2019 મંગળવાર
યુરોપીય સાંસદોને જમ્મુ-કાશ્મીર જવાની અનુમતિ આપવાનો ભારતમાં રાજકીય વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી નેતા મોદી સરકારના આ નિર્ણય પર પ્રશ્ન ઉભા કરી રહ્યા છે.
AIMIMના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુરોપિયન ડેલિગેશનના કાશ્મીર પ્રવાસની ટીકા કરી છે.
ઓવૈસીએ કહ્યુ કે યુરોપિયન પાર્લામેન્ટના સાંસદ જે ઈસ્લામોફોબિયાના શિકાર છે તેમને સાચી પસંદગી કરી છે, આવા લોકો મુસ્લિમ પ્રભાવિત ખીણ જઈ રહ્યા છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ઓવૈસીએ દળમાં સામેલ સાંસદોને નાજી લવર પણ ગણાવ્યા. ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મશહૂર ગીતનો ઉલ્લેખ કર્યો છે. ઓવૈસીએ ટ્વીટ કરી છે કે ગેરો પર કરમ અપનો પર સિતમ, એ જાને વફા યે જુલ્મ ન કર. રહેને દે અભી થોડા સા ધરમ.
ઓવૈસીએ આ ટીકા વિપક્ષના નેતાઓને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાથી રોકવા પર છે. કેન્દ્ર સરાકારે વિપક્ષના નેતાઓને ખીણનો પ્રવાસ કરવાથી રોક્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MYkpp3
No comments:
Post a Comment