શ્રીનગર, તા. 29 ઓક્ટોબર 2019, મંગળવાર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ટ્રક ડ્રાઈવરની હત્યા કરનારા એક આતંકીને સેના અને પોલીસના જોઈન્ટ ઑપરેશનમાં ઠાર મરાયો છે. ઠાર મરાયેલા ગયેલા આતંકીની ઓળખ થઈ શકી નથી.
સેનાએ તેની પાસેથી AK-47 રાઈફલ સહિત અન્ય સામાન જપ્ત કર્યો છે. સોમવારે રાતે અનંતનાગમાં આતંકીઓએ ટ્રક ડ્રાઈવર નારાયણ દત્તની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
ખીણમાં આતંકી અત્યાર સુધી 6 ટ્રક ડ્રાઈવરોની હત્યા કરી ચૂક્યા છે. ટ્રક ડ્રાઈવરની હત્યા બાદ સેના, પોલીસ અને CRPFએ અનંતનાગના તમામ વિસ્તારોમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યુ હતુ.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
તપાસ અભિયાનની કાર્યવાહી દરમિયાન મંગળવારે બિઝબેહડાની પાસે ઘેરાયેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. જે બાદ ફોર્સેજના કાઉન્ટર ઑપરેશનમાં એક આતંકીને ઠાર માર્યો.
દળમાં સામેલ કેટલાક અન્ય આતંકી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા. સૂત્રો અનુસાર માર્યા ગયેલા આતંકીનો મૃતદેહ જપ્ત કરીને સેના તેમની ઓળખ કરવામાં લાગેલી છે.
આ સિવાય કેટલાક અન્ય આતંકીઓના ફરાર હોવાની આશંકામાં જવાન સતત વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WmAHea
No comments:
Post a Comment