શ્રીનગર, તા. 29 ઓક્ટોબર 2019, મંગળવાર
યુરોપિયન યુનિયનના 28 સાંસદ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે શ્રીનગર પહોંચ્યા છે. 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ કર્યા બાદ કોઈ વિદેશી દળનો આ પહેલો પ્રવાસ છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
અહીં આ તમામ સાંસદ રાજ્યપાલ સત્યપાલ મલિક, સ્થાનિક અધિકારીઓ અને નિવાસીઓ સાથે મુલાકાત કરશે. આ સિવાય શ્રીનગરની મશહૂર ડલ સરોવરની પણ મુલાકાત લેશે.
આ સાંસદોએ સોમવારે નવી દિલ્હીમાં PM મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ.
EU સાંસદોની ટીમ અહીં રાજ્યપાલ, એડવાઈઝર્સ સાથે મુલાકાત કરશે. આ સાથે જ પસંદ કરાયેલા પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત થશે જ્યાં તેઓ સ્થાનિક નિવાસીઓ અને DC સાથે મુલાકાત કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32VlP9h
No comments:
Post a Comment