સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેની પસંદગી, 18 નવેમ્બરે શપશ લેશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 28 October 2019

સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેની પસંદગી, 18 નવેમ્બરે શપશ લેશે

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2019 મંગળવાર

રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના જજ એસએ બોબડેને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ પર હસ્તાક્ષર કરી દીધા છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બર 2019એ ચીફ જસ્ટિસ પદના શપથ લેશે.

જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટમાં હાજર ચીફ જસ્ટિસોમાંના સૌથી વરિષ્ઠ જજ છે. મુખ્ય જજ તરીકે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ 18 મહિનાનો હશે. તેઓ 23 એપ્રિલ 2021 સુધી મુખ્ય જજના પદ પર રહેશે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

જસ્ટિસ બોબડે 12 એપ્રિલ 2013એ સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત થયા હતા. સુપ્રીમ કોર્ટ આવ્યા પહેલા જસ્ટિસ બોબડે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય જજના પદ પર હતા.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. નિવૃતિ પહેલા જસ્ટિસ રંજન ગોગોઈની પાંચ જજોની બેન્ચ અયોધ્યા કેસ પર સુનાવણી કરશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/348Qekx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages