મહારાષ્ટ્રમા કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમા છે, અમારી પાસે વિકલ્પ છે: સંજય રાઉત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 29 October 2019

મહારાષ્ટ્રમા કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમા છે, અમારી પાસે વિકલ્પ છે: સંજય રાઉત

મુંબઈ, તા. 29 ઓકટોબર 2019, મંગળવાર

મહારાષ્ટ્રમા શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સરકારના ગઠબંધનમા પદને લઇને ખેંચતાણ ચાલી રહી છે. આની વચ્ચે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્રમા કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમા છે, અમારી પાસે પણ વિકલ્પ છે.

સંજય રાઉતે કહ્યુ, ઉદ્ધવ ઠાકરેજીએ કહ્યુ છે કે અમારી પાસે બીજા વિકલ્પ છે, પરંતુ અમે એ વિકલ્પનો સ્વીકાર કરવાનું પાપ કરવા નથી માગતા. શિવસેનાએ હંમેશા સત્યની રાજનીતિ જ કરી છે. અમે સત્તાના ભૂખ્યા નથી.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

સંજય રાઉતને જ્યારે જ્યારે પૂછવામા આવ્યુ કે, બીજેપી સાથે ચૂંટણી પૂર્વ જ ગઠબંધન થયુ હોવા છતા સરકાર બનાવવામા આટલો સમય કેમ લાગે છે? તો એમણે જવાબ આપ્યો કે, અહિંયા કોઇ દુષ્યંત નથી કે, જેના પિતા જેલમા હોય.

અહીંયા તો અમે છીએ જે ધર્મ અને સત્યની રાજનીતિ કરીએ છીએ. શરદ પવારે બીજેપી અને કોંગ્રેસની સામે એક માહોલ બનાવ્યો છે જે બીજેપીની સાથે નહીં જોડાય.

લોકતંત્રમા કોઈ પણ વ્યક્તિ વિભિન્ન વિકલ્પોને પસંદ કરી શકે છે. અમે ગઠબંધનની નૈતિકતાનું પાલન કરીએ છીએ. જો કોઈ આનું પાલન કરવા નથી માગતુ તો રાજ્યની જનતા તેને જવાબ આપશે. અમારી પાસે બીજા વિકલ્પો પણ છે, પરંતુ અમે તેને સ્વીકાર નહીં કરીએ. આ પાપ છે. શિવસેનાએ હંમેશા સાચી રાજનીતિ કરી છે.  



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2opHoQb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages