ગાંધીનગર, તા. 28 ઓક્ટોબર 2019 સોમવાર
વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન ડેવિડ માલપાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે ખૂબ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
તેમણે આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે આવતીકાલે ભાવિ સનદી અધિકારીઓ સાથે મારૂ વિચારસત્ર છે. હું ભારત વધુ વિકાસ સાધે એ માટે વિમર્શ કરીશ અને એમને પ્રોત્સાહિત કરીશ.
સરદાર સરોવર નિગમના md રાજીવકુમાર ગુપ્તાએ વિશ્વ બેન્ક અઘ્યક્ષ ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓની વિગતવાર જાણકારી આપી હતી.
રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ અને ઉચ્ચ અધિકારીઓ તથા વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર સહિત અધિકારીઓ સાથે રહ્યા હતા.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MRkMRZ
No comments:
Post a Comment