- દ્વારકા અને પોરબંદરના દરિયામાં કરંટ સાથે ઊંચા મોજા પૂછવાનું શરૂ થતા આસપાસના વિસ્તારોના લોકોમાં ભારે ગભરાટ
ગાંધીનગર, તા. 28 ઓક્ટોબર 2019, સોમવાર
અરબી સમુદ્રમાં ઉભા થયેલા ખતરનાક ક્યાર વાવાઝોડાએ દિવાળીના દિવસથી પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિવાળીના દિવસે બપોર પછી સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ સાથે ઉંચા ઉંચા મોજા ઉછળવાની શરૂ થયું છે. એટલું જ નહીં સુરેન્દ્રનગર ચોટીલા જેવા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ સારૂ થયો છે.
બીજી બાજુ હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે કયાર વાવાઝોડાની સ્પીડ હાલમાં છ કલાકમાં 13 કિલોમીટરનું અંતર કાપવાની છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું બપોરે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે.
આમ છતાં તેનું જોખમ ઓછું થયું નથી માત્ર તીવ્રતામાં ઘટાડો થયો છે, પરંતુ વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત પણ થઇ ગઇ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના તેમજ દક્ષિણના દરિયાકાંઠા તોફાની બન્યા છે. એટલું નહીં આગામી બે દિવસમાં હજુ કેટલાક વિસ્તારોમાં વરસાદ અટકે તેવી શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રના જાફરાબાદ તેમ જ પોરબંદરના દરિયા કાંઠામાં પણ કરંટ આવવાનો શરૂ થયો છે. જેને પગલે બેથી ત્રણ મીટર ઉંચા મોજા ઉછળવા માંડ્યા છે. દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. 31મી ઓકટોબર સુધી માછીમારોને દરિયામાં નહીં જવા માટેની ચેતવણી અપાઈ રહી છે.
કયાર વાવાઝોડાને કારણે દિવાળીને દિવસે બપોર પછીથી કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેને પગલે ડાંગર કપાસ મગફળી સહિતના કેટલાક ખેતીના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખૂબ જ ગંભીર બની ગયેલા કયાર વાવાઝોડાએ આજે તેમની દિશા ઓમાન તરફ બદલતા સરકારે પણ હાશકારો થયો છે. જોકે હજુ જોખમ પૂરું દૂર થયું નથી. આજે રાત સુધીમાં અથવા કાલે બપોર સુધીમાં વાવાઝોડું ક્યાં ત્રાટકશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
અગાઉની ધારણા મુજબ કયાર વાવાઝોડું ગુજરાતમાં જ તેની પૂરી તાકાત સાથે ત્રાટકશે તો સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોટી ખાના-ખરાબી થવાની દહેશત છે. સરકારે પણ સંભવિત કુદરતી આપત્તિની સામે બચાવ માટેના પગલા લીધા છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32SD4bj
No comments:
Post a Comment