કાયરની મોત મર્યો બગદાદી, અંતિમ સમયે રડ્યો-બૂમો પાડતો રહ્યો: ડોનાલ્ડ ટ્રમ્પ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 27 October 2019

કાયરની મોત મર્યો બગદાદી, અંતિમ સમયે રડ્યો-બૂમો પાડતો રહ્યો: ડોનાલ્ડ ટ્રમ્પ

વૉશિંગ્ટન, તા. 28 ઓક્ટોબર 2019 સોમવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ-બગદાદી સીરિયામાં અમેરિકી ઑપરેશનમાં ઠાર મરાયો છે.

સ્પેશ્યલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ ખુદને સુસાઈડ વેસ્ટ પહેરીને ધ્વસ્ત કર્યો. યુએસ સ્પેશ્યલ ફોર્સે સાહસિક રેડ કરી અને શાનદાર રીતે પોતાના મિશનને પૂર્ણ કર્યુ. 

અમેરિકી સેનાથી ડરીને તે એક ડેડ-એન્ડ સુરંગમાં ગયો અને મર્યો. તે પોતાના અંતિમ સમયમાં રડ્યો, બૂમો પાડતો રહ્યો. જે બદમાશે બીજાને ડરાવવાની ધમકાવવાનો પ્રયત્ન કર્યો, તેણે પોતાના અંતિમ સમયને પૂરી રીતે ભય અને અમેરિકી દળોના ડરમાં પસાર કર્યો.

આ ઑપરેશનમાં એક પણ અમેરિકી સૈનિક ઠાર મરાયો નહોતો પરંતુ બગદાદીના કેટલાક સાથી તેની સાથે માર્યા ગયા છે. તેમની પાસે ઘણી સંવેદનશીલ સામગ્રી અને જાણકારી મળી છે. 

ટ્રમ્પે કહ્યુ, કે તે કુતરાની મોત મર્યો, તે કાયરની મોત માર્યો. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MPf96V

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages