
નવી દિલ્હી, 28 ઓક્ટોબર 2019, સોમવાર
ભારતમાં અનેક એવા મંદિર છે જે પોતાની ખાસીયતોના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આવું જ એક મંદિર છે રતલામના માણકમાં. આ મંદિરમાં પ્રસાદ તરીકે એવી વસ્તુ મળે છે જેના વિશે સાંભળી લોકોને વિશ્વાસ પણ ન આવે. અન્ય મંદિરોમાં પ્રસાદ તરીકે મીઠાઈ કે અને સામગ્રી મળતી હોય છે પરંતુ આ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે સોના, ચાંદીના દાગીના મળે છે. અહીં મહાલક્ષ્મી માતાના દરબારમાં ભક્તોને પ્રસાદ તરીકે સોના અને ચાંદીના સિક્કા મળે છે.
મહાલક્ષ્મીના આ દરબારમાં વર્ષોથી ભક્તોની ભીડ જામે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં દાગીના અને રોકડ ધરે છે અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. દિવાળીના તહેવારમાં આ મંદિરમાં ધનતેરસથી લઈ 5 દિવસ સુધી દિપોત્સવીનું આયોજન થાય છે. આ દરમિયાન મહાલક્ષ્મીને ફૂલથી નહીં પણ ભક્તોએ ચઢાવેલા દાગીના અને રૂપિયાથી શણગારવામાં આવે છે. આ દિવસોમાં અહીં કુબેરનો દરબાર પણ ભરાય છે. આ દિવસોમાં દર્શને આવતા ભક્તોને પ્રસાદમાં દાગીના અને રૂપિયા આપવામાં આવે છે.
દિવાળીના દિવસે આ મંદિર 24 કલાક ખુલ્લુ રહે છે. અહીં આવતા કોઈપણ ભક્ત ખાલી હાથ પરત ફરતા નથી. કહેવાય છે કે ધનતેરસના દિવસે મહિલા શ્રદ્ધાળુઓને કુબેરની પોટલી આપવામાં આવે છે, દિવાળીના દિવસે પણ શ્રદ્ધાળુઓને કંઈને કંઈ ભેટ આપવામાં આવે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2osOxPW
No comments:
Post a Comment