મુખ્યમંત્રી નૂતનવર્ષે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 27 October 2019

મુખ્યમંત્રી નૂતનવર્ષે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

- મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો

ગાંધીનગર, તા. 28 ઓક્ટોબર 2019 સોમવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી તા. 28 ઓકટોબરે સોમવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે 8:30 થી 9:00 સુધી નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

મુખ્યમંત્રી વિક્રમ સંવત 2076ના પ્રથમ દિવસે સવારે 8:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે.

તેઓ સવારે 9:00 કલાકે રાજ્યપાલશ્રીને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.

વિજય રૂપાણી સવારે 10:30 થી 11:30 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રીશ્રી 9:45 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

મુખ્યમંત્રી બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nj9s0c

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages