પાલનપુર, તા.11 ઓક્ટોબર 2019, શુક્રવાર
દાંતા તાલુકાના ગુગળમાળ ગામે વર્ષ ૨૦૧૭માં જમીનની અદાવતમાં કાકાએ તેમના દીકરાઓ સાથે મળીને ભત્રીજાને લાકડીઓનો ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે મામલે દાંતા પોલીસ મથકે પાંચ આરોપી વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. આ મર્ડર કેસ પાલનપરની મુખ્ય સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે આધાર પુરાવાને ધ્યને રાખીને યુવકની હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીને દોષી ઠેરવી તેમને આજીવન કેદની સજા અને રૃા. ૫૦૦ના દંડનો ચુકાદો આપતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાયો હતો.
દાંતા તાલુકાના ગુગળમાળ ગામે રહેતી ૫૨ વર્ષીય વિધવા ઉજળીબેન અનાભાઈ ગમારના પુત્ર ભરતની જમીનની અદાવતમાં બે વર્ષ અગાઉ હત્યા કરાઈ હતી. વર્ષ ૨૦૧૭માં વિધવાનો પુત્ર લલિત ખેતરમાંથી ઘરે આવી રહ્યો હતો તે સમયે વિધવાના દિયર અરજણભાઈ જવાભાઈ ગમાર તેમના પુત્રો સાથે આવીને લલિતને જમીન છોડી જવાનું જણાવીને તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેને લઈ લલિત બુમો પાડતા તેને બચાવવા માટે તેની માતા ઉજળીબેન અને ભાઈ ભરત દોડી આવ્યા હતા. જેમના પર પણ લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લલિત અને ભરત ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભરતનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતકની માતા ઉજળીબેન દ્વારા અરજણ જવા ગમાર, નારણ અરજણ ગમાર, દિપક અરજણ ગમાર, રાયચંદ લુબા ગમાર અને મુકેશ અરજણ ગમાર વિરુધ્ધ દાંતા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જે કેસ પાલનપુરની મુખ્ય સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી સી.જી. રાજપુતની ધારદાર દલીલો અને આધાર પુરાવાને ધ્યાને રાખી ન્યાયાધીશ વી. બી. ગોહિલે હત્યાના બનાવમાં ચાર આરોપીને દોષિત ઠેરવી તેમને આજીવન કેદ અને રૃા. ૫૦૦ના દંડની સજા ફરમાવી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pbLV8Y
No comments:
Post a Comment