વિરપુરના ગંધારી ગામની સુજલામ, સુફલામ કેનાલમાં મગર દેખાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 11 October 2019

વિરપુરના ગંધારી ગામની સુજલામ, સુફલામ કેનાલમાં મગર દેખાયો


વિરપુર, તા.11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર

વિરપુર તાલુકાના ગંધારી ગામમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં બનાવેલ  ડિપમાં ગતરોજ મોડી સાંજે મગર દેખાયો હતો.આ વાતની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ફફડાટ  સાથે આશ્ચર્ય ફેલાયું હતું.જો કે આ મગર છેલ્લા ૧૦ થી વધુ દિવસોથી અહીં હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર વિરપુર તાલુકાના ગંધારી ગામની સુજલામ સુફલામ કેનાલમાં મગર હોવાની વાત બહાર આવી હતી.કેનાલમાં બનાવવામાં આવેલી ડિપમાં છેલ્લાં કેટલાય સમયથી પાણી ભરાઇ રહે છે અને પાણીનો બગાડ થાય છે. જેથી ઠંડક હોવાના કારણે  અહીં મગર આવી ચઢયો હોવાનું ગ્રામજનોનું પ્રાથમિક અનુમાન છે.જો કે ડીપમાં થતા પાણીના બગાડ અંગે સ્થાનિકોએ અવાર નવાર સિંચાઇ વિભાગને જાણ કરી હોવા છતા કોઇ રીપેરીંગ કામ કરવામાં આવ્યુ ન હતુ. જેથી પાણીનો ભરાવો થવાના કારણે મગર આવી ચઢયો હોવાનુ ગ્રામજનોનુ કહેવુ છે. જો કે આ મગરે ં છેલ્લા ૧૦ થી વધુ દિવસોથી સુજલામ સુફલામ કેનાલમા ધામા નાખ્યા હોવાથી ગ્રામજનોને જીવના જોખમે અહીંથી પસાર થવાનો વારો આવ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2oDuDlh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages