પંજાબમાં ભારત-પાક. સરહદેથી કરોડોનું હેરોઈન ઝડપાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 11 October 2019

પંજાબમાં ભારત-પાક. સરહદેથી કરોડોનું હેરોઈન ઝડપાયું


ફિરોઝપુર, તા. 11 ઓક્ટોબર, 2019, શુક્રવાર

બીએસએફના જવાનોએ ભારત-પાકિસ્તાન સરહદ વિસ્તારમાં ફિરોઝપુર સેક્ટરની બોર્ડર આઉટ પોસ્ટ પાસેથી કરોડોના મૂલ્યનું બે કિગ્રા જેટલું હેરોઈન જપ્ત કર્યું છે. 

અમરકોટ બટાલિયનના કમાંડેટ તેજપાલ ડાબરની અધ્યક્ષતાવાળી બીએસએફની ટીમને ઝીરો લાઈન પાસે કાંટાળા તારની વાડ નજીક શંકાસ્પદ ગતિવિધિનો અનુભવ થયો હતો જેને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. તેમણે ઘૂસણખોરોને પડકાર ફેંકી સામે આવવા જણાવ્યું હતું પરંતુ કોઈ પ્રતિભાવ ન મળતા જવાનોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

જો કે, ખેતરમાં ઉભેલા પાક અને અંધારાનો ફાયદો લઈને પાકિસ્તાની દાણચોરો ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. ગોળીબાર બાદ ખેતરમાં તપાસ દરમિયાન સેનાના જવાનોને એક-એક કિલો વજન ધરાવતા હેરોઈનના બે પેકેટ મળી આવ્યા હતા. જવાનોએ સરહદ પારથી દેશમાં લાવવામાં આવી રહેલા હેરોઈનના જથ્થાને જપ્ત કરી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ડ્રોન બાદ તે વિસ્તારમાં સુરક્ષા વધારે સઘન કરી દેવામાં આવી હતી અને ગત મહિને પણ અંદાજે બે કિગ્રા વજનનો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33n0HbD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages