શ્રીનગર, તા. 28 ઓક્ટોબર 2019 સોમવાર
કલમ 370ને રદ કર્યા બાદ કાશ્મીરમાં ગત ત્રણ મહિનાની બંધીથી ખીણના કારોબારી સમુદાયને 10,000 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયુ છે. કાશ્મીરના એક ઉદ્યોગ ચેમ્બરે આ દાવો કર્યો છે.
કલમ 370ને આ વર્ષે 5 ઓગસ્ટે જ રદ કરવામા આવી હતી અને ત્યારથી રવિવાર સુધી 84 દિવસ થઈ ચૂક્યા છે. ખીણના મુખ્ય બજાર હવે બંધ થઈ ગયા છે રસ્તા પર સાર્વજનિક વાહન પણ ચાલી રહ્યા નથી.
શ્રીનગરના લાલ ચોક જેવા કેટલાક વિસ્તારોમાં દુકાનો કેટલાક કલાકો માટે ખુલી રહી છે પરંતુ મુખ્ય બજાર હજુ પણ બંધ છે. કાશ્મીર ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ શેખ આશિકે જણાવ્યુ કે પરિસ્થિતિ અત્યારે સામાન્ય થઈ નથી. તેથી કેટલુ નુકસાન થયુ છે. તેનો અત્યારે અંદાજ લગાવવો સરળ નથી પરંતુ
આ ઝટકો એટલો મોટો છે કે આની ચૂકવણી સરળ નથી. કાશ્મીરમાં વેપારીઓનુ નુકસાન 10,000 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયુ છે અને તમામ સેક્ટર ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અત્યારે ત્રણ મહિના પસાર થઈ ચૂક્યા છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે લોકો વેપાર કરી રહ્યા નથી.
અત્યારના અઠવાડિયામાં કેટલીક ગતિવિધિ દેખાઈ પરંતુ ફીડબેક એવુ મળી રહ્યુ છે કે વેપાર ફિક્કો છે. વેપારમાં નુકસાન ઉઠાવવાનુ સૌથી મોટુ કારણ એ છે કે ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pXjuvQ
No comments:
Post a Comment