
(પીટીઆઇ) ગોરખપુર, તા. 11 ઓક્ટોબર, 2019, શુક્રવાર
યોગીના ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતી એક ઘટના જેલમાં બની હતી. યોગીના ગૃહ શહેરની જેલમાં ખાવાની બાબતે બે જુથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી જેમાં બંને જુથના કેદીઓ બાખડી પડયા હતા. જેમાં પોલીસ કર્મીઓને પણ ફટકારવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે અગાઉની ઘટનાને લઇ બે જુથો સામસામે આવી ગયા હતા.
ગુરૂવારે બે કેદીઓને જેલના અધિકારીઓએ માર્યા હતા જેને લઇને તેમની તરફેણ કરનાર જુથે વિરોધી જુથ પર હુમલો કર્યો હતો.જો કે અધિકારીઓ એ જેલમાં આવી કોઇ ઘટના બની જ ના હોવાનું કહ્યું હતું. શહેરના એડીએમ એ કહ્યું હતું કે ખાવાને લઇને બે જુથો વચ્ચે થોડી માથાકુટ થઇ હતી. એક જુથે ભોજન ખરાબ હોવાની ફરીયાદ કરી હતી, તો બીજા જુથે કહ્યું હતું કે આ ભોજન કેદીઓએ જ તૈયાર કર્યો હતો.
જિલ્લા મેજીસ્ટ્રેટ અનુસાર, બે જુથો વચ્ચેના એક વિવાદને દૂર કરવા એક પોલીસ કોન્સટેબલે પ્રયાસ કર્યો હતો ત્યારે બંને જુથો બાખડી પડયા હતા.જો કે તમામ વિવાદ ઉકેલી લેવામાં આવ્યા હતા અને સ્થિતી નિયંત્રણમાં હતી. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહતી. જેલમાં બે જુથો લડયા હોવાના સમાચાર મળતાં જ પોલીસ કુમક મોકલવામાં આવી હતી.
કેદીઓની કેટલીક માંગણીઓના કારણે જેલમાં દેખાવ અને વિરોધ પ્રદર્શન થયા હતા. સૂત્રો અનુસાર, ગુરૂવારે રાત્રે બે કેદીઓને પોલીસ અધિકારીઓએ મારતા સ્થિતી વણસી હતી. બેરેક ક્રમાંક વનના કેદીઓ વચ્ચે ઝગડો થયો હતો અને રાત્રે પોલીસ અધિકારીઓએ કેદીઓને ફટકાર્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MCKnwZ
No comments:
Post a Comment