ડીસા તા.11 ઓક્ટોબર 2019, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં ફુડ વિભાગની ટીમે દરોડા પાડયા હતા. અનેક સ્થળેથી ધી, તેલ અને મસાલાના સેમ્પલ લઇ છ લાખ રૃપિયાનો જથ્થો સિઝ કરાતા અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દિવાળીના સમયે મીઠાઇ, ફરસાણ સહિત ખાદ્ય સામગ્રીનું મોટાપાયે વેચાણ થતું હોવાથી કેટલાક તત્વો વધુ પૈસો કમાવાની લ્હાયમાં અખાર્ધ ચિજ વસ્તુઓનું ધુમ વેચાણ કરતા હોય છે. જેથી બનાસકાંઠા જિલ્લા ફુડ વિભાગની ટીમે ડીસામાં અનેક સ્થળે ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડયા હતા. જેમાં હરસોલિયા વાસમાં હેપ્પી અને રાજભાણ લેબલ વાળુ ધી બનાવતી ફેકટરીમાં દરોડા પાડયા હતા. જ્યાંથી બંને લેબલ વાળા ઘીના સેમ્પલ લઇ છ લાખ રૃપિયાનો જથ્થો સિઝ કર્યો હતો. આ સિવાય ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં પણ ખાનગી મસાલાઓની ફેકટરીઓમાં શંકાસ્પદ અખાદ્ય મરચું અને હળદરના સેમ્પલ લીધા હતા. ફુડ વિભાગની ટીમે હાલમાં ધી અને મસાલાના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે. ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ફુટ વિભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડી અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા તત્વો પર તવાઇ વરસાવી છે. જેથી અન્ય અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33yfMYj
No comments:
Post a Comment