આંબલિયાસણ, તા. 11 ઓક્ટોબર 2019, શુક્રવાર
મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ એક વખત વીજ ચોરી અટકાવવા માટે વીજ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શુક્રવારના વહેલી સવારથી ૭ જેટલા વાહનો સાથે અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચ્યા બાદ નિયત કરેલા રૃટ પર જુદી જુદી ટીમો પહોંચી ગઈ હતી. લોકો સવારે મીઠી નિંદ્રામાં હતા ત્યારે એકાએક અધિકારીઓએ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જે દરમિયાન વીજ તંત્ર દ્વારા કુલ ૮ જગ્યાએ વીજ ચોરીના કેસ પકડી વીજ ચોરને ૭૦૦૦૦ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ યુજીવીસીેલ દ્વારા દર મહિને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં વારંવાર વીજ ચોરી પકડાવાની ઘટના બની રહી છે ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે યુજીવીસીએલના ડી.ઈ. બરંડા, ડી.એન.સી. પરમાર, એન.એસ. મરચન્ટ સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠલ ૬ ટીમો બનાવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોળાસણ, આંબલિયાસણ તેમજ જમનાપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ તંત્રી કાર્યવાહીના પગલે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સવારના છ વાગ્યાના સુમારે વીજ તંત્રની ટીમો ગામડાઓમાં પહોંચી ચેકિંગ શરૃ કરી દેતા લોકોમાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ધોળાસણમાંથી ૫ વીજચોરી તેમજ જમનાપુરમાંથી ૩ વીજ ચોરીના દ્રશ્યો જોવા મળતા હતા. જેમાં ધોળાસણમાંથી ૫ વીજ ચોરી તેમજ જમનાપુરમાંથી ૩ વીજ ચોરીના કેસો મળી કુલ ૭૦૦૦૦ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ વીજ તંત્રની અધિકારીઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતા અન્ય વિસ્તારોમાં પણ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCUoN0
No comments:
Post a Comment