PM મોદીની મુલાકાત બાદ બહેરિને 250 ભારતીય કેદીઓને છોડી દેવાની જાહેરાત કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

PM મોદીની મુલાકાત બાદ બહેરિને 250 ભારતીય કેદીઓને છોડી દેવાની જાહેરાત કરી

બહેરિન, તા. 25. ઓગસ્ટ 2019 રવિવાર

પીએમ મોદીએ યુએઈની સાથે સાથે બહેરિનની પણ મુલાકાત લીધી હતી.પીએમ મોદીની આ યાત્રા બાદ બહેરિન સરકારે પોતાની જેલમાં સજા કાપી રહેલા 250 ભારતીયોને માફી આપવાનુ એલાન કર્યુ છે.

વડાપ્રધાન કાર્યાલયે આ વાતની ટ્વિટ કરીને જાણકારી આપી છે.જેમાં લખવામાં આવ્યુ છે કે, દયા અને માનવતા દાખવીને બહેરિન સરકારે 250 ભારતીયોને માફી આપી છે.જેઓ ત્યાંની જેલમાં સજા કાપી રહ્યા હતા.પીએમ મોદી બહેરિન સરકારના આભારી છે.

અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે, પીએમ મોદીએ ખાસ કરીને બહેરિનના શાહ અને અને સમગ્ર શાહી પરિવારનો આ માનવતાપૂર્ણ નિર્ણય માટે આભાર માન્યો છે.

પીએમ મોદી શનિવારે બહેરિનની મુલાકાતે ગયા હતા.જ્યાં તેમણે બહેરિનના શાહ અને શાસક હમાદ બિન ઈસા અલ ખલિફા સાથે મુલાકાત કરી હતી.પીએમ મોદીને બહેરિને ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ રેનેસાથી સન્માનિત કર્યા છે.

પીએમ મોદી બહેરિનની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે.બંને દેશો વચ્ચે સંસ્કૃતિ, સ્પેસ, સોલર એનર્જીના મુદ્દે એમઓયુ થયા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U4gqJp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages