નવી દિલ્હી, તા. 25. ઓગસ્ટ 2019 રવિવાર
જેલ ભલભલા લોકોનુ પાણી ઉતારી નાંખે છે. એક સમયે હરિયાણામાં એકચક્રી શાસન કરનાર બાબા રામ રહિમ પણ તેમાંથી બાકાત નથી.
રામ રહિમ છેલ્લા બે વર્ષથી હરિયાણાની જેલમાં બંધ છે.ડેરા ટીફ રામ રહીમનુ બે વર્ષમાં 15 કિલો વજન ઉતરી ગયુ છે.તેને જેલમાં શાકભાજી ઉગાડવાનુ કામ સોપાયુ છે.શાકભાજી ઉગાડીને તેણે બે વર્ષમાં 18000 રુપિયાની કમાણી કરી છે.
રામ રહીમને 25 ઓગષ્ટ, 2017ના રોજ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.પંચકુલાની સીબીઆઈ કોર્ટે તેને 20 વર્ષની સજા ફટકારી છે.સજા બાદ સુનારિયા જેલને હાઈ સિક્યુરિટી ઝોનમાં ફેરવી નાંખવામાં આવી છે.
ગુરમીત રામ રહિમને બીજા કેદીઓથી અલગ રખાયો છે અને તેના પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MBWLzw
No comments:
Post a Comment