શ્રીનગર, તા. 25 ઓગસ્ટ 2019 રવિવાર
જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 રદ કર્યા બાદ શ્રીનગર સચિવાલયથી રાજ્યનો ધ્વજ હટાવી દેવાયો છે. હવે અહીં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાઈ રહ્યો છે. ગત અઠવાડિયા સુધી બંને ધ્વજ એક સાથે લાગેલા હતા.
અધિકારીઓએ જણાવ્યુ કે હવે તમામ સરકારી ઓફિસોમાં તિરંગો જ લહેરાશે. જમ્મુ-કશ્મીરથી સંસદે કલમ 370ને રદ કરી દીધી છે. જે અંતર્ગત રાજ્યને જે વિશેષાધિકાર મળતા હતા તે ખતમ થઈ ગયા છે.
જમ્મુ-કશ્મીરનુ પોતાનુ બંધારણ, ધ્વજ અને દંડ સંહિતા હતુ પરંતુ કલમ 370 રદ થયા બાદ હવે ત્યાં ભારતીય બંધારણ લાગુ થશે. સરકારી ઈમારતો પર તિરંગો લહેરાવાશે અને ભારતીય દંડ સંહિતાનું પાલન થશે. રાજ્યમાં પહેલા કોઈ બહારના વ્યક્તિને જમીન ખરીદવા પર પ્રતિબંધ હતો. આ નિયમ પણ હટાવી લેવાયો છે. આ સિવાય કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કશ્મીર અને લદ્દાખને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HmWoVu
No comments:
Post a Comment