મહેસાણાના પાંચલીમડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

મહેસાણાના પાંચલીમડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત

મહેસાણા તા.7 ઓગસ્ટ 2019, બુધવાર

મહેસાણા શહેરના પાંચલીમડી વિસ્તારમાં વર્ષોથી આડેધડ દોડતા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામી છે. બુધવારે ધમધમતા રહેતા આ રોડ પર ટ્રફિક જામ બનતાં અડધો કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાઇ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. 

મહેસાણા હાઇવેથી ભમ્મરીયા નાળા થઇને શહેરના અંદરના વિસ્તારોમાં જવા માટેના પાંચલીમડી વિસ્તાર રોડનો સૌથી વધુ ઉપયોગ કરવો પડે છે. આ રોડ પર વાહનવ્યવહારનું સુચારૃ નિયમન કરવા માટે  કામમી પોલીસ પોઇટ પણ મુકવામાં આવેલ છે. પરંતુ પીકઅપ અવર્સ દરમિયાન આડેધડ દોડતા વાહનોને કારણે વારંવાર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય હોય છે.આ વિસ્તારમાં હાઇસ્કૂલ, માર્કેટયાર્ડ, શાકમાર્કેટ તેમજ વેપારી સંકુલ આવેલા હોવાથી શહેરીજનોની તથા વાહનોની અવર જવર વધારે રહેતી હોય છે. જોકે નિયમોની ઐસીતેસી કરીને વિશેષ કરીને દ્રિચક્રિ વાહનો, પેસેન્જર રીક્ષા અને ભારે લોડીંગ વાહનો દોડતા હોવાથી આ રોડ પર વાખતો વખત ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. બુધવારે બપોરના સુમારે પાંચલિમડી વિસ્તારમાં વાહનો અટવાતાં ટ્રાફિક જામ બની ગયું હતું. જેના લીધે રાહદારીઓ અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M6DcPz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages