છેતરપિંડી કરી હોવાનો ગુસ્સો રાખી કરાડમાં મુંબઇના રહેવાસીની હત્યા કરનાર ચાર જણાની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

છેતરપિંડી કરી હોવાનો ગુસ્સો રાખી કરાડમાં મુંબઇના રહેવાસીની હત્યા કરનાર ચાર જણાની ધરપકડ


(પી.ટી.આઇ.) મુંબઇ તા. 07 ઓગસ્ટ 2019, બુધવાર

મુંબઇના ઘાટકોપરમાં રહેતી એક ૪૭ વર્ષીય વ્યક્તિએ છેતરપિંડી કરી હોવાનું  વેર રાખી ચાર વ્યક્તિએ મળી તેની કરાડના કોયના નગર વિસ્તારમાં હત્યા કરી નાંખી હતી. આ પ્રકરણે ઘાટકોપર પોલીસે ચાર જણાની ધરપકડ કરી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ઘાટકોપરના અશોક નગર વિસ્તારમાં રહેતો ઉદયભાન પાલ (૪૭) ૧૭ જુનના રોજ કામસર બહાર નિકળ્યો હતો જોકે તે ત્યારબાદ પાછો આવ્યો જ નહોતો. ૨૫ જૂનના રોજ પોલીસને સાતારા જિલ્લાના કુંભાર્લી વિસ્તારની ખીણમાંથી પાલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સંદર્ભે વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે પાલ સાપની લે-વેચમાં સક્રીય હતો. રેડ સેન્ડ બૌવા પ્રકારના  સાપમાં ઔષધિ ગુણ હોવાની માન્યતા હોવાથી તેમજ કાળા જાદુ માટે પણ આ સાપની વધુ માગણી હોવાથી પાલ આ વિશિષ્ટ પ્રકારના સાપની લે-વેચ વધુ કરતો હતો.

મુંબઇ પોલીસે આ સંદર્ભે વધુ તપાસ ચલાવી કરાડના રહેવાસી પ્રદિપ સુર્વેની ગતિવિધિ પર નજર રાખી હતી. અંતે ગયા અઠવાડિયે સુર્વેની પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં સુર્વેએ કથિત રીતે કબૂલાત કરી હતી કે તેણે પાલને રેડ સેન્ડ બૌવા સાપ લાવી આપવા માટે ૨૧ લાખ રૃપિયાની રકમ ચૂકવી હતી. પણ પાલ તેની માગણી સંતોષવામાં નિષ્ફળ નિવડયો હતો. પોતે છેતરાયો હોવાની લાગણી થતા સુર્વેએ પાલની હત્યાનું કાવતરું રચ્યું હતું.

પાલને ૧૮ જૂનના કોવના નગર વિસ્તારમાં બોલાવી સુર્વેના મિત્રો વિનોદ શુદ્રીકે (૩), સુરેશ સોનાવણે (૩૩), અક્ષય અવઘડે (૨૩)એ તેને મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ શબ્બીર કલીમ નામની વ્યક્તિની મદદથી તેના મૃતદેહને ર્ભાર્લી ઘાટની ખીણમાં ફેંકાવી દીધો હતો. ગત અઠવાડીયે ઘાટકોપર પોલીસે ઉક્ત તમામ  વ્યક્તિની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GVMz0e

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages