કોલ્હાપુર- સાંગલીમાં પૂરને લીધે મુંબઇગરાને આજે દૂધ નહિ મળે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

કોલ્હાપુર- સાંગલીમાં પૂરને લીધે મુંબઇગરાને આજે દૂધ નહિ મળે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,  તા. 07 ઓગસ્ટ 2019, બુધવાર

કોલ્હાપુર- સાંગલી વિસ્તારમાં વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે ત્યાં ઉદ્ભવેલી પૂરની પરિસ્થધિતિ, અને વાહન વ્યવહાર ઠપ થતાં દરરોજ ત્યાંથી આવતા ૧૩ લાખ લીટર દૂધનો જથ્થો આવતીકાલે મુંબઇમાં આવશે નહીં એવું જાણવા મળ્યું છે. 

કોલ્હાપુર- સાંગલી વિસ્તારમાં વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સર્વ નદી- નાળા છલકાઇ ગયા છે. કૃષ્ણા અને વારણા નદી ભયજનક સપાટીની નજીક વહી રહી છે. આથી ત્યાં જનજીવન ખોરવાઇ ગયું છે. એટલું નહિ મુંબઇ- પુમે બેગ્લોર હાઇવે વાહનનો અવરજવર માટે બંધ કરાયો છે. આનો ફટકો હવે મુંબઇગરા પર પડી રહ્યો છે.

કોલ્હાપુર- સાંગલીથી મુંબઇ દરરોજ ૧૩ લાખ લીટર દૂધ આવે છે. પણ અત્યારે વરસી રહેલા મૂશળધાર વરસાદને લીધે નિર્માણ થયેલી પૂરની પરિસ્થિતિ અને ઠપ થયેલા વાહનવ્યવહારને લીધે દૂધ ઉત્પાદન કંપનીઓનું દૂધ સંકલન કરાતુ અટકી પડયું છે. પરિણામે  મુંબઇ આવનાર ૧૩ લાખ લીટર દૂધ આવતીકાલે મુંબઇગરાને મળશે નહીં.

ગઇકાલ રાતથી આજ સાંજ સુધી કોલ્હાપૂર અને સાંગલી આ બંને જિલ્લામાં એક પણ દૂધની ટેન્કર નવી મુંબઇમાં દાખલ થઇ નથી. કોલ્હાપુરથી આવનારુ ગોકુળનું ૭-૮ લાખ લીટર દૂધ, વારણાનું ૩-૪ લાખ લીટર દૂધ તેમજ તેની સાથે આવતા ચિત્તળે અને અન્ય કંપનીનું ૨-૩ લાખ લીટર દૂધ મુંબઇમાં આવ્યું નથી.

નવી મુંબઇમાં દૂધ દાખલ થયા બાદ આ દૂધને મુંબઇ, થાણે, વસઇ, વિરાર પનવેલ ભાગમાં દૂધનો પુરવઠો પૂરો પડાય છે. આ સંપૂર્ણ પુરવઠો આવતીકાલે અટકી પડશે.

દરમિયાન ગોકુળ, વારણા, કૃષ્ણા અને ચિત્તળે આ દૂધ કંપનીનું દૂધ આજે મુંબઇમાં આવ્યું નથી. આવતીકાલે દૂધ મુંબઇાં પહોંચશે નહીં. આથી મુંબઇગરાને આવતીકાલે સવારે ચા, દૂધ અને કોફી મળશે નહિ અથવા દૂધ વગરની ચા-કોફી પીવી પડશે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YSmpSa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages