મહેસાણામાં હની ટ્રેપઃ પોલીસની સમય સુચકતાથી કપલ ઝડપાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

મહેસાણામાં હની ટ્રેપઃ પોલીસની સમય સુચકતાથી કપલ ઝડપાયું

મહેસાણા,તા.7 ઓગસ્ટ 2019, બુધવાર

મહેસાણામાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈકોના ડ્રાઈવરના મોબાઈલમાંથી મીસકોલ મારી નંબર લઈ પરિણીતાએ પ્રેમનું નાટક રચ્યું હતું. બાદમાં શારિરીક સંબંધ બાંધવા માટે ફ્લેટ ઉપર બોલાવ્યો હતો. ફ્લેટનો દરવાજો બંધ થયાના બે જ મિનિટમાં પરિણીતાનો પતિ આવી ચઢ્યો હતો. બાદમાં તોડ કરવા માટે ૫ લાખની માંગ કરી હતી પણ એડીવીઝન પોલીસ આવી ચઢતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.

ઘટનાની એડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કડીના સરસાવ ગામે રહેતા ધર્મેન્દ્રકુમાર અંબાલાલ પટેલ મહેસાણા ખાતે ઈકો ગાડી ચલાવી ગુજરાન ચલાવે છે. ગત તા.૪ના રોજ તેઓ મહેસામામાં હતા ત્યારે બે અજાણ્યા શખસો એક્ટીવા ઉપર આવી મોબાઈલ માંગ્યો હતો. બન્નેએ કહ્યું કે અમારું બેલેન્સ પુરુ થઈ ગયું હોવાથી એક ફોન કરવો છે. બાદમાં આ શખસો એક નંબર ઉપર મિસકોલ કરી ત્યાંથી નિકળી ગયા હતા. આ ડ્રાઈવર ઉપર ત્યારબાદ અવાર-નવાર પાયલ પ્રજાપતિના નામથી કોઈ મહિલાના ફોન ચાલુ થઈ ગયા હતા. ધર્મેન્દ્રકુમારને પ્રેમજાળમાં ફસાવી શારિરીક સંબંધ બાંધવા માટે શહેરના બિલાડીબાગથી માનવ આશ્રમ ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા અલકનંદા બંગલોઝ અને ટાઉનશીપ પાસે બોલાવ્યો હતો.  ત્યારબાદ ફ્લેટ ઉપર બોલાવી અંદર લઈ ગયા હતા. ફ્લેટનો દરવાજો બંધ થયાના બે જ મિનિટમાં પરિણીતાનો પતિ આવી ગયો હતો. અને ધર્મેન્દ્રકુમારને માર મારવાની કોશિષ કર્યા બાદ ૨૦ હજાર માંગ્યા હતા. પરંતુ ફરિયાદીએ આ બાબતની જાણ એડીવીઝન પોલીસને પહેલાથી જ કરી દીધી હોવાથી પીઆઈ સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો. બન્ને અલ્લારખા ગુલાબ દાઉદ મન્સુરી અને સુલતાના અલ્લારખા ગુલાબ મન્સુરી બન્ને રહે કડીને રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ યુગલે મહેસાણામાં અનેકને ટ્રેપમાં ફસાવ્યા

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ કપલે અગાઉ પણ લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા છે. પરંતુ સમાજમાં આબરું જવાના ડરે કોઈ ફરિયાદ કરતું ન હતું. બન્નેના રિમાન્ડ માંગી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં હનીટ્રેપની ટોળકી સક્રીય

હનીટ્રેપના બનાવો બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ ખૂબ જ વધી રહ્યા છે. હવે આમનો પગ પેસારો મહેસાણામાં પણ થયો છે. આવા લોકોથી ગભરાવાને બદલે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GSDvJN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages