પોશીના પાસેથી આંતર જિલ્લા વાહનચોર ગેંગના બે સાગરિતો પકડાયાઃ 26 બાઇક કબ્જે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

પોશીના પાસેથી આંતર જિલ્લા વાહનચોર ગેંગના બે સાગરિતો પકડાયાઃ 26 બાઇક કબ્જે

હિંમતનગર તા.7 ઓગસ્ટ 2019, બુધવાર

સાબરકાંઠા સહીત અન્ય જિલ્લાઓમાં તથા રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનોની ચોરી કરતી ગેંગના કેટલાક સભ્યોને સાબરકાંઠા એલસીબીએ થોડા દિવસ અગાઉ ઝડપી લીધા બાદ ફરીથી એલસીબી તથા પોશીના પોલીસને વધુ એક સફળતા મળી છે. અને બાતમીને આધારે એલસીબી તથા પોશીના પોલીસે મંગળવારે પોશીનાની પનારી નદીના પુલ પરથી પસાર થઈ રહેલા એક બાઈક પર જતા બે સાગરીતોને ઝડપી લઈ તેમની ઝડતી લેતા આ બંનેએ આંતર જિલ્લા તથા આંતરરાજ્યમાંથી ચાર વર્ષ દરમ્યાન ચોરીને સંતાડેલા રૃા.૬.૬૭ લાખના ૨૬ બાઈકો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

પોશીના પોલીસ તથા એલસીબીનો સ્ટાફ મંગળવારે પોશીના પંથકમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે તેમને એવી બાતમી મળી હતી કે કોટડા છાવણીથી પોશીના થઈને એક બાઈક પર બે શખ્સો આવી રહ્યા છે. જેે આધારે પોલીસે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.દરમ્યાન પનારી નદીના પુલ પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે બંનેને ઘેરી લઈને પુછપરછ હાથ ધરી હતી. 

જેમાં પકડાયેલા શખ્સો પૈકી એક શકીલ રફીક શેખ (ઉ.વ ૨૬,રહે.કોટડા છાવણી) તથા કાનજીભાઈ લાતુરાભાઈ લઉર (રહે.બદલી,રહે.કોટડા છાવણી) હોવાનું જણાયું હતુ. ત્યારબાદ આ બંનેન આ બાઈક બે વર્ષ અગાઉ વડાલી નજીકથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. દરમ્યાન પોલીસને અગાઉ મળેલી બાતમી મુજબ શકીલ રફીક શેખ કોટડા છાવણીનો રીઢો ગુનેગાર હોવાનું જણાતા બંનેની આકરી પુછપરછ કરાઈ હતી. 

જેથી શકીલે પોલીસ સમક્ષ એવી કબુલાત કરી હતી કે તેના સાગરીત મનજી ગુજરા ગમાર તથા ઉસ્માન વાઘા ગમાર (બંને રહે.લાંબા હળદુ)ની મદદથી છેલ્લા ચાર વર્ષ દરમ્યાન હડાદ,વડાલી સહીતના અન્ય સ્થળેથી બાઈકોની ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે પકડાયેલા બંને શખ્સોને સાથે રાખી કોટડા છાવણી અને અન્ય સ્થળે સંતાડેલ રૃા. ૬.૬૭ લાખના ૨૬ બાઈકો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MMHX0s

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages