બાયડ,7 ઓગસ્ટ 2019, બુધવાર
બાયડમાં ખાખીનો રોફ જ ન હોઇ તેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે ચોરી અને લૂંટના બનાવોમાં વાારો થયો છે અને આજે શાળામાં ભણતા વિદ્યાર્થીના ગળામાંથી ચાંદીનો દોરો લૂંટવાનો પ્રયાસ કરતા છાત્રએ બાઇક સવારનો સામનો કર્યો હતો અને લૂંટારૃઓએ છાત્રને માર મારતા નીચે પટકાઇ પડયો હતો અને ઇજાગ્રસ્ત થતા લોકોનું ટોળુ એકઠું થઇ ગયું હતું. બાદમાં લૂંટારૃઓ ફરાર થઇ ગયા હતા.
સાબરકાંઠા બેંક સોસાયટીમાં દેવર્ષ પ્રગ્નેશભાઈ જોષી એન.એચ.શાહ હાઈસ્કુલ ધો.૯ માં અભ્યાસ કરે છે. જે દરરોજ નિત્યકમ મુજબ બપોરેના સમયે રીશેષમાંથી પોતાના ઘરે થી લાખેશ્વરીના રસ્તે શાળામાં જતો હતો. ત્યારે મલ્હાર બંગ્લોઝ, ગાબટ - બાયડ રસ્તા ઉપર બાઈક સવારો આવી તેના ગળામાં રહેલો દોરો તોડવાની કોષિશ કરતા આ બાળકે તેનો સામનો કર્યો હતો અને બાઇકસવારોએ છાત્રને ઓજાર વડે માથાના ભાગે વાગતા બાળક જમીન પર પટકાઈ ગયો હતો. મુખ્ય રસ્તા ઉપર બાઈક સવારોને ભય લાગતા ભાગી છુટયા હતા આજુ બાજુથી લોકો આવી જતા તેવોએ બાળકના પરિવારજનોનો સંપર્ક કરતા ઘટના સ્થળે દોડી આવી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ બાયડ નગરમાં મુખ્ય રસ્તા ઉપર સી.સી.ટી.વી કેમેરા કાર્યરત થાય તેવી માંગ ઉઠવા માંગી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YrY3U2
No comments:
Post a Comment